તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Saturday, 9th August 2025
ઓપરેશન સિંદુરમાં પાકિસ્તાનના પ ફાઇટર જેટનો ખાત્મો
વાયુસેનાના પ્રમુખ એપીસિંહે કર્યો મોટો ખુલાસો : ભારતે પાકિસ્તાનને ધૂળ ચટાડી દીધી હતી

નવી દિલ્હી, તા.૯: ભારતીય વાયુસેનાના વડા એપી સિંહે એક એવો ખુલાસો કર્યો છે જેનાથી પાકિસ્તાનની રાતોની ઊંઘ હરામ થઈ ગઈ છે. તેમણે કહ્યું છે કે ભારતીય વાયુસેનાએ ઓપરેશન સિંદૂર દરમિયાન ૫ પાકિસ્તાની ફાઇટર પ્લેન તોડી પાડ્યા હતા. આ ઉપરાંત વધુ વિમાન તોડી પાડવામાં આવ્યા હતા. ભારતીય વાયુસેનાએ આ માટે જમીનથી હવામાં પ્રહાર કરતી મિસાઇલ સિસ્ટમનો ઉપયોગ કર્યો હતો. બેંગલુરુમાં એર ચીફ માર્શલ એલએમ કટ્રે લેક્ચરમાં બોલતા તેમનું આ નિવેદન આવ્યું હતું, આ પહેલી વાર છે જ્યારે કોઈ વરિષ્ઠ અધિકારીએ વિમાન અને પ્લેટફોર્મના સંદર્ભમાં પાકિસ્તાનને થયેલા નુકસાન વિશે વિગતવાર વાત કરી છે.
વધુ માહિતી આપતા, વાયુસેનાના વડાએ કહ્યું કે પહેલગામ આતંકવાદી હુમલા પછી ૭ મેના રોજ ભારતની બદલો લેવાની કાર્યવાહી પહેલા અમે ઘણી ઇમારતો ઓળખી કાઢી હતી. અધિકારીઓ આ ઇમારતોમાં મળતા હતા. તેમણે કહ્યું કે અમે ૩૦૦ કિલોમીટરના અંતરેથી પાકિસ્તાની AWACS ને તોડી પાડ્યા હતા. તમને જણાવી દઈએ કે AWACS એક ખાસ પ્રકારનું વિમાન છે જેના પર એક મોટો ગોળ રડાર લગાવવામાં આવે છે. તેમણે કહ્યું કે ભારતીય હુમલાથી થયેલા નુકસાનની ચોકસાઈ સેટેલાઇટ છબીઓ દ્વારા ગણતરી કરવામાં આવી હતી. વાયુસેનાના વડાએ કહ્યું કે તેમને ભારતીય હુમલામાં આતંકવાદીઓના મોત અંગે ગુપ્ત માહિતી મળી છે.
વાયુસેનાના વડાએ કહ્યું કે અમે અમારા પોતાના લોકોને સમજાવી શકયા નહીં કે અમે કેટલું નુકસાન કર્યું છે. અમને આતંકવાદીઓના મોત અંગે ગુપ્ત માહિતી મળી હતી. જ્યારે આ બધું સમાપ્ત થયું, ત્યારે અમને ગુપ્ત માહિતી મળી કે તેઓ કંઈક આયોજન કરી રહ્યા છે, તેથી અમે તેના માટે પહેલાથી જ તૈયાર હતા.
વાયુસેનાના વડાએ કહ્યું કે આ વખતે તે સ્પષ્ટ હતું કે અમારે તેમને કડક સંદેશ આપવો પડશે. અમે એમ પણ વિચાર્યું હતું કે તે ફક્ત લોન્ચપેડ સુધી મર્યાદિત ન રહેવું જોઈએ, પરંતુ આતંકવાદી નેતળત્વને પડકારવું જોઈએ. આમાં અન્ય એજન્સીઓ પણ સામેલ હતી અને અમે તે ૯ સ્થળો પર હુમલો કરવાનો નિર્ણય લીધો. બહાવલપુર અને મુરીદકે અને બે મુખ્યાલયોને નિશાન બનાવવામાં આવ્યા હતા. આમાં ત્રણ સેવાઓ સાથે આઠ એજન્સીઓ સામેલ હતી. આ બધું અગાઉથી આયોજન કરવામાં આવ્યું હતું.
(3:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
