તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Saturday, 9th August 2025
દિલ્હીની કોસ્મોસ હોસ્પિટલમાં ભીષણ આગ: એકનું મોત, ૧૧નું રેસક્યુ: હોસ્પિટલના કાચ તોડીને દર્દીઓને બચાવ્યા
આગ એટલી વિકરાળ હતી કે ધુમાડાને કારણે હોસ્પિટલના કાચ તોડીને દર્દીઓને બહાર કાઢવા પડ્યા

નવી દિલ્હી: આજે શનિવારે બપોરે દિલ્હીના આનંદ વિહાર વિસ્તારમાં આવેલી કોસ્મોસ હોસ્પિટલમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આ દુર્ઘટનામાં હોસ્પિટલના એક કર્મચારીનું ગુંગળામણથી મોત થયું છે. મૃતકનું નામ અમિત હોવાનું જાણવા મળ્યું છે. આગની જાણ થતાં જ ફાયર બ્રિગેડની અનેક ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી અને બચાવ કામગીરી હાથ ધરી હતી.
આગ એટલી વિકરાળ હતી કે ધુમાડાને કારણે હોસ્પિટલના કાચ તોડીને દર્દીઓને બહાર કાઢવા પડ્યા હતા.
બચાવકર્મીઓએ ઓક્સિજન સિલિન્ડરનો ઉપયોગ કરીને હોસ્પિટલમાં પ્રવેશ કરવો પડ્યો હતો. કુલ ૧૧ લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા, જેમાંથી એકનું દુર્ભાગ્યપૂર્ણ અવસાન થયું.
ફાયર વિભાગના અધિકારી અશોક કુમાર જયસ્વાલના જણાવ્યા અનુસાર, બપોરે ૧૨.૧૨ વાગ્યે આગની જાણ થઈ હતી અને ૮ ફાયર એન્જિનોએ ઘટનાસ્થળે પહોંચીને લગભગ ૨ કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. હાલમાં પરિસ્થિતિ નિયંત્રણમાં છે અને રાહત તથા બચાવ કામગીરી ચાલુ છે. આગ કયા કારણોસર લાગી તે અંગેની તપાસ ચાલી રહી છે
(7:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
