<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 9th August 2025

આનંદ વિહારની એક ખાનગી હોસ્પિટલમાં ભયંકર આગ લાગી: એકનું મોત : 10 ઘાયલ

કાચ તોડીને દર્દીઓને બહાર કાઢવામાં આવ્યા : પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી : રાહત અને બચાવ કાર્ય શરૂ

નવી દિલ્હી : પૂર્વ દિલ્હીના આનંદ વિહાર વિસ્તારમાં આવેલી એક ખાનગી કોસ્મોસ હોસ્પિટલમાં ભીષણ આગ લાગી. આ ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું હોવાનું જાણવા મળ્યું છે

દિલ્હી ફાયર સર્વિસના અધિકારીઓએ જણાવ્યું કે શનિવારે બપોરે પૂર્વ દિલ્હીની આનંદ વિહાર હોસ્પિટલમાં આગ લાગી હતી, જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું અને ઓછામાં ઓછા 10 લોકો ઘાયલ થયા હતા.

મૃતકની ઓળખ અમિત તરીકે થઈ છે. તે હોસ્પિટલમાં સફાઈ કામદાર હતો. આગની ઘટના બાદ તેણે બીજા માળે આવેલા શૌચાલયમાં પોતાને બંધ કરી લીધો હતો. આ પછી, ગૂંગળામણને કારણે તેનું મૃત્યુ થયું હતું.

અધિકારીઓના જણાવ્યા અનુસાર, આગની જાણ થઈ હતી, ત્યારબાદ આઠ ફાયર એન્જિન ઘટનાસ્થળે પહોંચ્યા હતા. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.

અધિકારીઓએ જણાવ્યું હતું કે ઘાયલોમાંથી સાતને આનંદ વિહાર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યારે અન્ય ત્રણને સામાન્ય ઇજાઓ થઈ છે. તેમણે જણાવ્યું હતું કે આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે.

(7:52 PM IST)