<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 10th August 2025

દિલ્લીમાં ભારે વરસાદથી રોડ જળમગ્ન: અનેક ફ્લાઇટ લેઇટ : આગામી 24 કલાકનું એલર્ટ

દિલ્લીમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી : ભારે વરસાદ તૂટી પડતાં જનજીવન પ્રભાવિત થયું: દિલ્લીના રસ્તા પર નદીઓ વહેતી હોય તેવા દશ્યો

નવી દિલ્હી :દિલ્હી-એનસીઆરમાં ભારે વરસાદને કારણે ઘણી જગ્યાએ પાણી ભરાઈ ગયા છે. મુશળધાર વરસાદને કારણે વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો અને દિલ્હી અને નોઈડાના ઘણા ભાગોમાં પાણી ભરાઈ ગયા છે. આજે ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, બિહાર, રાજસ્થાન, હરિયાણા, પંજાબના કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ વરસી શકે  છે. હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદને કારણે 357 રસ્તાઓ બ્લોક થઈ ગયા છે.

IMD ની આગાહી મુજબ, દિલ્હીમાં 13 અને 14 ઓગસ્ટના રોજ ફરી વરસાદ પડવાની ધારણા છે. વરસાદને કારણે તાપમાનમાં થોડા ડિગ્રીનો ઘટાડો થશે. નોઈડા, ગુરુગ્રામ, ગાઝિયાબાદ અને ફરીદાબાદ જેવા NCR જિલ્લાઓમાં પણ આવું જ હવામાન રહેવાની ધારણા છે, કારણ કે હવામાન વિભાગે ચારેય શહેરોમાં વરસાદ પડવાની આગાહી કરી છે.. દિલ્લીમાં આગામી 24 કલાક હજુ પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, વરસાદના કારણે અનેક  ફ્લાઇટસ પણ લેઇટ થઇ છે.

આજે ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, બિહાર, રાજસ્થાન, હરિયાણા, પંજાબના કેટલાક ભાગોમાં હવામાન બગડી શકે છે. આગામી 24 કલાક દરમિયાન, ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ, પૂર્વ આસામ, અરુણાચલ પ્રદેશ, આંદામાન અને નિકોબાર ટાપુઓ, ઉત્તરાખંડ, કર્ણાટક, લક્ષદ્વીપ, તેલંગાણા અને મરાઠવાડાના કેટલાક ભાગોમાં હળવો થી મધ્યમ વરસાદ પડી શકે છે, અને કેટલાક સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે

(11:02 PM IST)