તા. ૧૮ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૯ બુધવાર
News of Monday, 11th August 2025
જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષા દળોએ હિઝબુલના ટોચના બે આતંકીઓને ઘેરી લીધા

જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડ જિલ્લાના જંગલ વિસ્તારમાં સુરક્ષા દળોએ એક મોટા ઓપરેશનમાં હિઝબુલ મુજાહિદ્દીનના બે મોસ્ટ વોન્ટેડ આતંકવાદીઓને ઘેરી લીધા છે. રવિવારે શરૂ થયેલા આ સર્ચ ઓપરેશનમાં પોલીસ અને સેનાની સંયુક્ત ટીમે આ વિસ્તારને કોર્ડન કરી લીધો છે. આતંકવાદીઓની ઓળખ જહાંગીર સરુરી અને અલી ભટ્ટ તરીકે થઈ છે. આ બંને આતંકીઓ ઘણા સમયથી સુરક્ષા દળોની વોન્ટેડ લિસ્ટમાં હતા અને અનેક આતંકી ઘટનાઓમાં સામેલ હતા.
સ્થાનિક સૂત્રોના જણાવ્યા મુજબ, સુરક્ષા દળોને આ વિસ્તારમાં આતંકીઓની હાજરી વિશે ચોક્કસ માહિતી મળી હતી. તે પછી તરત જ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. આતંકવાદીઓ જંગલની અંદર છુપાયેલા છે અને તેમની પાસેથી હથિયારો અને ગોળા-બારૂદ પણ છે. સુરક્ષા દળોએ આસપાસના વિસ્તારોમાં પણ સુરક્ષા વધારી દીધી છે અને સ્થાનિક લોકોને સાવચેત રહેવા જણાવ્યું છે. આ ઓપરેશન કઈ દિશામાં આગળ વધશે તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી, પરંતુ સુરક્ષા દળો આતંકીઓને પકડવા અથવા તેમને ખતમ કરવા માટે કડક કાર્યવાહી કરી રહ્યા છે.
વિગતે જોઈએ તો જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડમાં સુરક્ષા દળોએ મોટા ઓપરેશન દરમિયાન હિઝબુલ મુજાહિદ્દીનના બે મોસ્ટ વોન્ટેડ આતંકવાદીઓને ઘેરી લીધા છે. પોલીસ અને સેનાએ રવિવારે એક વન વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું, જ્યાં આતંકવાદીઓ જહાંગીર સરુરી અને અલી ભટ્ટ છુપાયેલા છે. બંને આતંકીઓ લાંબા સમયથી વોન્ટેડ હતા અને અનેક આતંકી ઘટનાઓમાં સામેલ હતા. સુરક્ષા દળોએ આ વિસ્તારને કોર્ડન કરીને આતંકીઓને પકડવાની કાર્યવાહી તેજ કરી છે.
(8:59 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
