<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 11th August 2025

લ્‍યો કરો વાત...હવે નોઈડામાંથી બોગસ પોલીસ સ્‍ટેશન ઝડપાયું

પોલીસ જેવા કપડાં, આઈડી, લોગો, ઉપરાંત ઈન્‍ટરપોલ સાથે જોડાણના દાવા કરનારા છ બંગાળીઓની ધરપકડ

 

નોઈડા તા.૧૧: બોગસ પોલીસ સ્‍ટેશન ખોલીને ગોરખધંધો કરતા છ લોકોની ગૌતમ બુદ્ધ નગર પોલીસ દ્વારા  ધરપકડ કરવામાં આવી છે. આ ચાલાક ચોરોએ આખે આખું પોલીસ સ્‍ટેશન જ બનાવટી ઊભું કરી નાંખ્‍યું હતું. ઈન્‍ટરનેશનલ પોલીસ એન્‍ડ ક્રાઈમ ઈન્‍વેસ્‍ટિગેશન બ્‍યુરોના નામથી પોલીસ સ્‍ટેશનનું સંચાલન કરીને લોકોને ભરમાવીને સરકારી અધિકારી હોવાનો ઢોંગ કરીને છેતરપિંડી આચરતાં હતા. આ છ લોકો બંગાળના હોવાની ઓળખ થઈ છે અને તેમની પાસેથી મોટાપાયે બોગસ આઈડી, પોલીસના ખોટા બકલો વગેરે સામગ્રી પણ મળી હતી.

ડીસીપી શક્‍તિ મોહન અવસ્‍થીએ જણાવ્‍યું કે, અમે નોઈડાના સેક્‍ટર ૭૦ સ્‍થિત બીએસ-૧૩૬ -ોપર્ટીમાં રવિવારે રાત્રે દરોડો પાડ્‍યો હતો. છ જેટલા લોકો અહીં બોગસ પોલીસ સ્‍ટેશન અને પોલીસ અધિકારી હોવાનો ઢોંગ કરીને તથા ખોટા દસ્‍તાવેજો તૈયાર કરીને લોકોને કેસમાં ફસાવવાની ધમકી આપીને નાણાં પડાવવાની કામગીરી કરતાં હતા. આરોપીઓ ઈન્‍ટરપોલ તથા આઈબી સાથે સંકળાયેલા હોવાનો દાવો પણ કરતા હતા.

બોગસ પોલીસ સ્‍ટેશન પરના દરોડામાં પોલીસ જેવા રંગના વષાો, બકલ, લોગો તેમજ આદિવાસી બાબતોના મંત્રાલય, મંત્રાલય અને સામાજિક ન્‍યાય તથા સશક્‍તિકરણ મંત્રાલયના કથિત બોગસ સર્ટિફિકેટો મળ્‍યા હતા. છ  ઠગો પોતાને ઈન્‍ટરપોલ તેમજ આંતરરાષ્‍ટ્રીય માનવાધિકાર પંચ અને યુરેસિયા પોલ સાથે જોડાયેલા હોવાનો અને યુકેમાં પણ ઓફિસ હોવાનો દાવો કરતા હતા. ૧૫ દિવસથી તેઓ અહીં લોકોને છેતરવાનું કામ કરી રહ્યા હતા.

લોકોને વિશ્વાસમાં લેવા માટે આરોપીએ સરકારી અધિકારી હોવાનો ડોળ કરતાં હતા. તેઓ વેબસાઈટ મારફતે દાન મેળવી રહ્યા હતા. તેમની પાસેથી અનેક રાષ્‍ટ્રીય અને આંતરરાષ્‍ટ્રીય સર્ટિફિકેટ મળ્‍યા હતા. આ ઉપરાંત સંખ્‍યાબંધ -ેસ આઈડી કાર્ડ તથા પોલીસ સ્‍ટેશનમાં હોય તેવા સ્‍ટેમ્‍પ પણ જપ્ત કરાયા હતા.

આ તમામ આરોપીઓ ધોરણ ૧૨ પાસ હોવાનું જણાયું હતું. આરોપીઓ પヘમિ બંગાળના બીરભૂમ જિલ્લાના અને ૨૪ પરગનાના રહેવાસી હોવાનું ખુલ્‍યું હતું.(૩૮.૯)

(9:34 AM IST)