તા. ૧૮ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૯ બુધવાર
News of Monday, 11th August 2025
ગિફિટંગ અને જરૂરિયાતમંદ ગ્રાહકો માટે ૯ કેરેટની જ્વેલરી ડિઝાઈન બનવાની શરૂ
મેન્યુફેક્ચરિંગ અને ડિઝાઈન સેક્શનમાં નવી તકો ઊભી થશે : વેલ્યૂ એડિશન પર વધુ ધ્યાન આપી પ્રોડક્ટમાં નવીનતા લાવી શકાશે

સોનાના વધતા ભાવ વચ્ચે બીઆઈએસ (બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ) હોલર્માકિંગ હેઠળ ૯ કેરેટના સોનાના દાગીનાને માન્યતા અપાઈ છે. સરકારના આ નિર્ણયથી જવેલરી મેન્યુફેકચર્સ અને રિટેલર્સને નવી પ્રોડકટ રેન્જ વિકસાવવાની તક મળી છે.
સુરતમાં નાના-મોટા ૫૦૦ જેટલા જવેલરી મેન્યુફેક્ચરર્સ છે. દરમિયાન તહેવારોની સિઝન શરૂ થવા સાથે ડોમેસ્ટિક માર્કેટને ધ્યાનમાં રાખી સુરતના જવેલરી મેન્યુફેક્ચરર્સ દ્વારા ગિફિં્ટગ સેગમેન્ટ અને જરૂરિયાતમંદ ગ્રાહકો માટે ૯ કેરેટની જવેલરી ડિઝાઈન બનાવવાની શરૂ કરી દેવાઈ છે. ૯ કેરેટની જવેલરીથી ઓછા વજનમાં વધુ દાગીના બનાવી શકાય છે. જેને લીધે કામ વધવાની મેન્યુફેક્ચરિંગ અને ડિઝાઈન સેક્શનમાં રોજગારીની નવી તકો પણ ઊભી થવાની આશા જાગી છે. સાથે સાથે કોસ્ટ કંટ્રોલ થતા વેલ્યૂ એડિશનમાં ધ્યાન આપી શકાશે. હાલ સોનાના ભાવ વધવાને લીધે મટીરિયલ પાછળ વધુ રોકાણ કરવું પડે છે. જેને લીધે જવેલરી ઈન્ડસ્ટ્રી ટેક્રોલોજી અપગ્રેડેશન તેમજ કર્મચારીઓની તાલીમમાં પૂરતા નાણા ખચી શકતી નથી. જોકે, હવે ૯ કેરેટની જવેલરી બનાવવાની શરૂ થતાં વેલ્યૂ એડિશન પર વધુ ફોક્સ કરી શકારો. જેના પરિયયામ સ્વરૂપ પ્રોડક્ટમાં નવીનતા આવવા સાથે માર્કેટ સ્પર્ધામાં મજબૂતીથી ઊભા રહી શકાશે.(૩૮.૭)
ઓછા ઇન્વેસ્ટમેન્ટ વધુ દાગીના બનશે
લેબગ્રોન ડાયમંડના કોમ્યુનિકેશન સાથે ૦ કેરેટમાં ડિઝાઈન ડેવલપ કરવાને પ્રાધાન્ય અપાઈ રહ્યું છે. આ લાઈટ વેઈટ જવેલરી રૂ. ૧૦થી ૧૫ હજારમાં બની શકે છે. હાલ પેન્ડન્ટ, રિંગ બ્રેસલેટ, રોઈન જેવી લાઈટ વેટ જવેલરી બનાવાઈ રહી છે. ૯કેરેટમાં મોટા દાગીના પણ બનાવી શકાય છે. ૨૨, ૧૮ કે ૧૪ કેરેટના દાગીના ખરીદવા માટે જે રકમ ચૂકવવી પડે છે. તેટલી રકમ અર્થાત ઓછા ઇન્વેસ્ટમેન્ટમાં વધુ દાગીના બનાવી શકાશે ૨૨ કેરેટના દાગીનામાં ૯૧.૬ ટકા ગોલ્ડ હોય છે. આજ રીતે ૧૮ કેરેટના દાગીનામાં ૭૫ ટકા. ૧૪ કેરેટના દાગીનામાં ૫૮,૫૦ ટકા અને ૯ કેરેટના દાગીનામાં ૩૭.૫૦ ટકા ગોલ્ડ હોય છે. ૯ કેરેટના દાગીનાને પણ બીઆઈએસની માન્યતા મળતા ગ્રાહકોમાં વિશ્વાસનું વાતાવરણ ઊભું થશે.
(9:36 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
