તા. ૧૮ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૯ બુધવાર
News of Monday, 11th August 2025
આવકવેરા વિભાગ કેશબેક પર પણ નજર રાખી રહ્યું છે
જો તમને મોટી રકમનું કેશબેક મળ્યું હોય અને તમે તેને આવકવેરા રિટર્નમાં દર્શાવ્યું ન હોય, તો નોટિસ મળવાની શકયતા છે

નવી દિલ્હી તા.૧૧: ડિજિટલ પેમેન્ટ, ઓનલાઈન શોપિંગ અથવા બિલ પેમેન્ટ પછી મળતું કેશબેક આજકાલ સામાન્ય થઈ ગયું છે. લોકો તેને બોનસ અથવા બચત કરવાનો સરળ રસ્તો માને છે. પરંતુ હવે આવકવેરા વિભાગ આવા વ્યવહારો પર પણ નજર રાખી રહ્યું છે. જો તમને મોટી રકમનું કેશબેક મળ્યું હોય અને તમે તેને આવકવેરા રિટર્નમાં દર્શાવ્યું ન હોય, તો નોટિસ મળવાની શકયતા છે.
કર નિયમો અનુસાર, કેશબેકને અન્યસ્ત્રોતોમાંથી આવક ની શ્રેણીમાં મૂકી શકાય છે, ખાસ કરીને જ્યારે તેની રકમ મોટી હોય. આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ ટિકિટ, લક્ઝરી હોટેલ બુકિંગ, મોંઘા મોબાઇલ અથવા ગેજેટ્સ જેવી મોંઘી ખરીદી પર મળેલું કેશબેક કરના દાયરામાં આવી શકે છે. જો કોઈ વ્યક્તિ વારંવાર કેશબેક મેળવવા માટે મોટી રકમનો વ્યવહાર કરે છે, તો વિભાગ તેને આવકમાં પણ ગણી શકે છે. તમારા ખાતામાં સતત મોટી રકમનું કેશબેક મળવું પણ શંકાનું કારણ બની શકે છે.
ટ્રમ્પનો ટેરિફ બોમ્બ અમેરિકા પર જ ફૂટયો, હવે અમેરિકનો ફુગાવાનો ભોગ બની રહ્યા છે! મિન્ટના અહેવાલ મુજબ, એક ખાનગી કંપનીમાં કામ કરતા રોહિત સિંહને ૨૦૧૬ માં આવકવેરા વિભાગ તરફથી નોટિસ મળી ત્યારે તે આヘર્યચકિત થઈ ગયો. તેનું કારણ ? ૨,૫૦૦ નું કેશબેક હતું, જે તેને ડેબિટ કાર્ડ ટ્રાન્ઝેક્શન પર મળ્યું હતું. રોહિતે તેને કરપાત્ર આવક ગણી ન હતી અને રિટર્નમાં તેનો ઉલ્લેખ કર્યો ન હતો. પરંતુ વિભાગે તેને અન્યસ્ત્રોતોમાંથી આવકૅ ગણીને નોટિસ મોકલી. આના પરથી તમે સમજી શકો છો કે એક નાની ભૂલ પણ નોટિસ તરફ દોરી શકે છે.
દરેક કેશબેક અને રોકડ વ્યવહારનો રેકોર્ડ રાખો. જો રકમ મોટી હોય, તો તેને તમારા આઇટીઆર માં શામેલ કરો. સમયસર આવકવેરા રિટર્ન ફાઇલ કરો.
વારંવાર મોટી રકમ રોકડમાં જમા કરવાનું ટાળો.
જો કેશબેક રૂા. ૫૦, રૂા. ૧૦૦ અથવા રૂા.૫૦૦ જેવી નાની રકમનું હોય અને સામાન્ય ખરીદી અથવા ડિજિટલ ચુકવણી પર પ્રાપ્ત થાય છે, તો તેને સામાન્ય રીતે કરપાત્ર ગણવામાં આવતું નથી. આવા કેશબેકને પ્રોત્સાહન અથવા ડિસ્કાઉન્ટ તરીકે જોવામાં આવે છે. પરંતુ મોટા અને વારંવાર આવતા કેશબેક વિશે સાવધ રહેવું મહત્વપૂર્ણ છે, કારણ કે તેને આવકનો ભાગ ગણી શકાય.(૩૮.૫)
(9:37 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
