તા. ૧૮ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૯ બુધવાર
News of Monday, 11th August 2025
ભીખ માગી મહિલાએ ૧.૮૩ લાખ ભેગા કર્યા બાદમાં મંદિરમાં દાન કરી દીધા
ભક્તિ કરવી તો આવી કરવી!

રાયચૂર તા.૧૧: રાયચૂરમાં ભક્તિ અને ઉદારતાની એક અનોખી મિસાલ સામે આવી છે. અહીં એક વળદ્ધ ભિક્ષુક મહિલાએ પોતે જીવનભર ભીખ માગી બચાવેલા લાખો રૂપિયા એક મંદિરના વિકાસ માટે દાનમાં આપી દીધા. જેને સાંભળી સૌ કોઈ ચોંકી ગયા અને તેમના વખાણ કરવા લાગ્યા. આ કહાની રાયચૂર તાલુકાના બિઝનગેરા ગામની છે. અહીંના લોકો પોતાના ગ્રામ દેવતા અંજનેયના મંદિર માટે નવા ધ્વજ સ્તંભ બનાવવાની તૈયારી કરી રહ્યા હતા. તેના માટે ગામમાં ફાળો ઉઘરાવી રહ્યા હતા. આ દરમિયાન ગામમાં ટીનના નાના એવા શેડમાં રહેતી વળદ્ધ ભિક્ષુક મહિલા રંગમ્મા આગળ આવ્યા અને મંદિર સમિતિને એક થેલો પકડાવી દીધો.
જ્યારે થેલો ખોલવામાં આવ્યો અને પૈસાની ગણતરી કરી તો સૌની આંખો ફાટી રહી. તેમાં ૧ લાખ ૮૩ હજાર રૂપિયા હતા અને આ એ જ પૈસા હતા જે રંગમ્માએ છેલ્લા ૩૦ વર્ષથી ભીખ માગી એકઠા કર્યા હતા. તેમણે જરા પણ ખચકાયા વિના આ રકમ મંદિરના ધ્વજ સ્તંભ માટે આપી દીધી.
રંગમ્માએ આ કંઈ પહેલી વાર દાન નથી કર્યું. થોડા વર્ષ પહેલા તેમણે એ ગામમાં એક શિવ મંદિરના બાંધકામ માટે ૩ લાખ રૂપિયાનું દાન આપ્યું હતું. એક ભિક્ષુક મહિલા પાસેથી આવા દાનની કોઈને અપેક્ષા નહોતી, પણ રંગમ્માએ સાબિત કરી દીધું કે અસલી અમીરી દિલમાં હોય છે, ખિસ્સામાં નહીં.
રંગમ્માએ દાન આપતી વખતે ખાલી એટલું જ કહ્યું, ભગવાન કહે મારો ભાગ પણ બાકી બધાની સાથે હોય. તેમની આ વાત સાંભળી ત્યાં હાજર સૌ કોઈ ભાવુક થઈ ગયા. કેટલાય ગામલોકોએ કહ્યું કે રંગમ્માનું આ પગલું સૌ માટે પ્રેરણા છે.(૩૮.૪)
(9:37 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
