<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 11th August 2025

એક યુવતીનો પગ લપસ્‍યો એ ભેગા ૬ લોકો તણાયા

છોટાઉદેપુરમાં કોઝવે ક્રોસ કરવો લોકોને પડ્‍યો ભારે

 

છોટાઉદેપુર તા.૧૧: છોટાઉદેપુર જિલ્લામાં ફરી એક વખત લો-લેવલ કોઝવે પર જીવના જોખમે પસાર થતી ઘટનાએ ચિંતા વધારી છે. ભોરદલી-રજુવાંટને જોડતા માર્ગ પર ઓરસંગ નદીના પટમાં આવેલા કોઝવે પરથી પસાર થતી વખતે ૪ યુવતીઓ સહિત ૬ લોકો તણાયા હતા, જો કે તમામ લોકોના જીવ બચી ગયા.

ઉપરવાસમાં થયેલા ભારે વરસાદના કારણે ઓરસંગ નદીમાં પાણીનો વહેણ વધ્‍યો હતો, લોકોએ જીવન જોખમમાં મૂકી કોઝવે પાર કરવાનો પ્રયાસ કર્યો. તમામે એકબીજાનો હાથ પકડીને પસાર થવાની કોશિશ કરી રહી હતી, ત્‍યારે એક યુવકનો પગ લપસતાં તમામ ૬ લોકો પાણીના પ્રવાહમાં તણાઈ ગયા.સદનસીબે, આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થવાની જગ્‍યાએ સમગ્ર ગ્રુપનો સફળ બચાવ થયો હતો.

ઘટનાની વિગતોનો લાઈવ વીડિયો એક સ્‍થાનિક યુવકે પોતાના મોબાઈલમાં કેદ કર્યો હતો, જે હવે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ વાયરલ વીડિયોને લઈ ફરી એક વખત આ માર્ગ પર લોકસુરક્ષાને લઈને પ્રશ્‍નો ઉઠી રહ્યાં છે.

સ્‍થાનિક લોકોએ માંગ ઊઠાવી છે કે આવા જોખમભર્યા કોઝવેની જગ્‍યાએ પાક્કો પુલ બનાવવામાં આવે, જેથી ભવિષ્‍યમાં આવી ઘટનાઓ ન બને. જીલ્લા વહીવટતંત્રે પણ ઘટના અંગે નોંધ લીધી છે અને આ રસ્‍તાની સુરક્ષા વ્‍યવસ્‍થા અંગે વિચારણા શરૂ કરી છે.(૩૮.૨)

(9:38 AM IST)