તા. ૧૮ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૯ બુધવાર
News of Monday, 11th August 2025
સાંસદો સાથે જઈ રહેલા એર ઇન્ડિયાની ફ્લાઇટમાં ટેકનિકલ ખામી સર્જાતા ચેન્નાઈમાં ઇમરજન્સી લેન્ડિંગ

દિલ્હી જઈ રહેલી એર ઇન્ડિયાની ફ્લાઇટમાં ટેકનિકલ ખામી સર્જાતાં ચેન્નાઈ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું. આ ફ્લાઇટમાં ૫ સાંસદો સહિત ૧૦૦થી વધુ મુસાફરો સવાર હતા, જેમનો જીવ તાળવે ચોંટી ગયો હતો. બધા મુસાફરો સુરક્ષિત છે, અને એર ઇન્ડિયાએ વૈકલ્પિક વ્યવસ્થા શરૂ કરી છે. એર ઇન્ડિયાની દિલ્હી જતી ફ્લાઇટમાં અચાનક ટેકનિકલ ખામી સર્જાતાં પાયલોટે ચેન્નાઈ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું. ખામીની વિગતો હજુ સ્પષ્ટ થઈ નથી, પરંતુ એર ઇન્ડિયાએ જણાવ્યું કે તમામ મુસાફરો સુરક્ષિત છે, અને તેમને દિલ્હી પહોંચાડવા માટે વૈકલ્પિક વિમાનની વ્યવસ્થા કરવામાં આવી છે.
ચેન્નાઈ એરપોર્ટ પર ઇમરજન્સી સેવાઓ તૈનાત કરવામાં આવી હતી, અને લેન્ડિંગ સફળ રહ્યું. આ ઘટનાની તપાસ માટે ડીજીસીએ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. એર ઇન્ડિયાએ મુસાફરોની સુરક્ષાને પ્રાથમિકતા આપવાનું આશ્વાસન આપ્યું છે.
(10:15 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
