તા. ૧૮ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૯ બુધવાર
News of Monday, 11th August 2025
‘વોટ ચોરી’ના આરોપોને લઈ રાહુલના નેતૃત્વમાં વિપક્ષી દળોનો ચૂંટણી પંચ તરફ કૂચ

નવી દિલ્હી: 'વોટ ચોરી' અને મતદાર યાદીમાં ગેરરીતિઓના ગંભીર આરોપોને લઈને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીના નેતૃત્વમાં વિપક્ષી ગઠબંધન 'ઇન્ડિયા'ના સાંસદોએ સોમવારે સંસદ ભવનથી ચૂંટણી પંચના કાર્યાલય સુધી કૂચ કરી રહ્યા છે. આ કૂચમાં ૨૫થી વધુ પક્ષોના આશરે લગભગ બધા સાંસદો જોડાયા છે.
વિપક્ષી દળોએ ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતા અને મતદાર યાદીઓને સાર્વજનિક કરવાની માંગણી કરી હતી. રાહુલ ગાંધીએ તાજેતરમાં પ્રેસ કોન્ફરન્સ યોજીને આરોપ લગાવ્યો હતો કે ભાજપ અને ચૂંટણી પંચની મિલીભગતથી મતદાર યાદીઓમાં મોટા પાયે ગોટાળા કરવામાં આવી રહ્યા છે. વિપક્ષે ખાસ કરીને બિહારમાં ચાલી રહેલા ‘સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન’ (એસ આઈ આર) સામે વાંધો ઉઠાવ્યો હતો, જેને તેઓ 'વોટ ચોરી'નું મોડેલ ગણાવી રહ્યા છે.
આ કૂચ બાદ વિપક્ષના નેતાઓએ ચૂંટણી પંચના અધિકારીઓને મળીને તેમની રજૂઆતો કરી રહ્યા છે. આ મામલે રાજકીય ગરમાવો વધી રહ્યો છે, અને આગામી દિવસોમાં આ મુદ્દો સંસદમાં પણ ઉગ્ર ચર્ચાનો વિષય બને તેવી શક્યતા છે.
(10:21 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
