<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 11th August 2025

વિજ્ઞાન ભૈરવ તંત્ર- ૧૧૨ ધ્‍યાનની વિધીઓ ૯૧

જીવનના ઉથલ-પાથલથી શાંત રહેવાની શકિતશાળી ધ્‍યાન વિધીઓ

     આપ ધ્‍યાન અને ઓશો સાહિત્‍ય માટે આમંત્રીત છો. ધ્‍યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્‍યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્‍યા ધ્‍યાન થાય છે. છેલ્‍લા ૩૯ વર્ષોથી ધ્‍યાન, ઓશો સાહિત્‍ય -સન્‍યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્‍યાન મંદિર. 

  સ્‍થળઃ

ઓશો સત્‍ય પ્રકાશ ધ્‍યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્‍વામી સત્‍ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

વિધી- ૯૧ :‘‘હે દયામયી, પોતાના રૂપના બહુ ઉપર અને બહુ નીચે, આકાશીય ઉપસ્‍થિતિમાં પ્રવેશ કરો.''

આ બીજી વિધિ ત્‍યારે પ્રયોગ કરી શકાય છે જયારે તમે પહેલી વિધિ પુરી કરી લીધી હોય.  આ પ્રયોગ જુદો પણ કરી શકાય છે પરંતુ ત્‍યાર બહુ કઠણ  હશે. એટલા માટે પહેલી વિધિ પુરી કરીને જ આને કરવી સારી છે. અને ત્‍યારે આ વિધિ ઘણી સરળ બની જશે. જયારે પણ એવું લાગે છે કે તમે હલકા ફુલકા અનુભવ કરો છો, જમીન ઉપરથી ઉભા થતા અનુભવ કરો છો, માનો કે તમે ઉડી શકો છો, ત્‍યારે અચાનક તમને બોધ થશે કે તમારા શરીરને ચારે બાજુએથી એક આસમાની આભા- મંડળે ધેર્યા છે. પરંતુ આ અનુભવ ત્‍યારે થશે જયારે તમને લાગે કે હું જમીનથી ઉપર ઉડી શકું છું કે મારૂ શરીર આકાશમાંથી ઉડી શકે છે કે એકદમ હલકું અને નિર્ભર થઇ ગયું છે કે તે પૃપ્‍વીના ગુરૂત્‍વાકર્ષણથી સાવ મુકત થઇ ગયું છે. પહેલા તમારે પોતાના ભોૈતિક શરીરને ઘેરનારા આકાશ- શરીર પ્રત્‍યે બોધપૂર્ણ થવું પડશે અને જયારે એવો બોધ લાગે ત એને વધારો, મોટો કરી, ફેલાવો એના માટે તમે શું કરી શકશો? બસ ચુપચાપ બેસવાનું છે અને એને જોવાનું છે. કશું કરવાનું નથીઃ બસ પોતાની આસપાસ ફેલાયેલા નીલા આકાશને જોતા રહેવાનું છે અને જોતા જોતા તમે પામશો કે તે વધી રહ્યું છે. મોટુ થઇ રહ્યું છે. ફકત જોવાથી તે મોટું થઇ રહ્યું છે કારણ કે જયારે તમે કશું કરતા નથી તો બધી ઊર્જા આકાશ-શરીરને મળે છે એને યાદ રાખો.

 - રજનીશના પ્રણામ

સંકલન-તથા ભાષાંતર

સ્‍વામી સત્‍યપ્રકાશજી

મો.૯૪ર૭ર પ૪ર૭૬

(11:27 AM IST)