<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 11th August 2025

ભૂપેન્‍દ્રભાઇ પટેલનું ભાણવડ તાલુકાના ટીંબડી હેલિપેડ ખાતે ઉષ્‍માભર્યુ સ્‍વાગત

 

ખંભાળીયા : રાજયના મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલની અધ્‍યક્ષતામાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકામાં આવેલ બરડા વન્‍યજીવ અભયારણ્‍ય-ટીંબડી ખાતે વિશ્વ સિંહ દિવસની ઉજવણી નિમિતે પધાર્યા હતાં. મુખ્‍યમંત્રીનું બરડા ખાતેના હેલિપેડ પર રાજયના વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઇ બેરા, સાંસદ પૂનમબેન માડમ સહિતના મહાનુભાવો દ્વારા ઉષ્‍માભર્યુ સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું. હેલિપેડ ખાતે મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઇ પટેલના સ્‍વાગતમાં કલેકટરશ્રી રાજેશ તન્ના, અગ્રણી મયુરભાઇ ગઢવી સહિતના ઉપસ્‍થિત રહ્યા હતાં. (તસ્‍વીર - અહેવાલ : કૌશલ સવજાણી - ખંભાળીયા)

(12:11 PM IST)