<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 11th August 2025

બિહાર ચૂંટણી પહેલા તેજસ્વી યાદવ-સમ્રાટ ચૌધરી સહિત 6 મોટા નેતાઓની સુરક્ષામાં કરાયો ફેરફાર

સમ્રાટ ચૌધરીને ઝેડ પ્લસ જ્યારે તેજસ્વી યાદવને ઝેડ શ્રેણીની સુરક્ષા અને પપ્પુ યાદવ, પ્રદીપ કુમાર, જ્ઞાનેન્દ્રને વાય પ્લસ સુરક્ષા અપાઈ

 

બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા રાજ્યના 6 નેતાઓની સુરક્ષામાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં તેજસ્વી યાદવ, સમ્રાટ ચૌધરી અને પપ્પુ યાદવનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, ભાજપના સાંસદ પ્રદીપ કુમાર, જેડીયુ એમએલસી નીરજ કુમાર, ભાજપના ધારાસભ્ય જ્ઞાનેન્દ્ર જ્ઞાનુની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીને ઝેડ પ્લસ આપવામાં આવ્યું છે, જ્યારે તેજસ્વી યાદવને ઝેડ શ્રેણીની સુરક્ષા આપવામાં આવી છે. પપ્પુ યાદવ, પ્રદીપ કુમાર, જ્ઞાનેન્દ્રને વાય પ્લસ આપવામાં આવ્યું છે, જ્યારે નીરજને વાય શ્રેણીની સુરક્ષા આપવામાં આવી છે.

(1:24 PM IST)