તા. ૧૮ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૯ બુધવાર
News of Monday, 11th August 2025
ક્રૂરતાએ હદ વટાવી! ડે કેરમાં ૧૫ મહિનાના બાળકને જમીન પર પછાડયું: બચકા ભર્યા અને માર માર્યો
નોઈડાના એક ડે કેરમાંથી એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો

પોતાના નોકરી-ધંધાના કારણે ઘણા માતા-પિતા તેમના બાળકોને ડે કેરમાં છોડી દેતા હોય છે. તેમને વિશ્વાસ હોય છે કે, તેમને ત્યાં સંભાળ અને સુરક્ષા મળશે. પરંતુ નોઈડાના એક ડે કેરમાંથી એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. આ ઘટનાએ માતાપિતાના એ વિશ્વાસનો પાયો હચમચાવી નાખ્યો છે. અહીંના એક ડે કેર વર્કરે ૧૫ મહિનાના માસૂમને એક સાથે અનેકવાર જમીન પર ફેંકયું, પણ તેને થપ્પડ પણ મારી અને બચકો પણ ભર્યો હતો.
એક ડે કેર વર્કર પર ૧૫ મહિનાના બાળકને ઇજા પહોંચાડવાનો અને કરડવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી, ત્યારબાદ મહિલાની ધરપકડ કરવામાં આવી છે. CCTVમાં જોઈ શકાય છે કે, ડે કેર વર્કર બાળકને ખોળામાં લઈને ફરતી હતી, પરંતુ થોડા સમય પછી તે એકાએક બાળકને જમીન પર પછાડી દે છે. મહિલા CCTV કેમેરામાં બાળકની પીઠ પર થપ્પડ મારતી પણ જોવા મળી હતી. એટલું જ નહીં, બાળક પર બચકું ભરવાના નિશાન પણ મળી આવ્યા છે.
પોલીસે કહ્યું કે, જ્યારે બાળકના માતાપિતાએ આ જોયું, ત્યારે તેઓએ તાત્કાલિક ફરિયાદ નોંધાવી હતી. આ પછી, આરોપી મહિલાની ધરપકડ કરવામાં આવી હતી અને કેસની તપાસ શરૂ કરવામાં આવી છે. આ બાદ, બાળકની તબીબી તપાસ કરવામાં આવી હતી, જેમાં ઇજાઓની પુષ્ટિ થઈ હતી.
(4:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
