<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 11th August 2025

પુણેમાં ગમખ્વાર અકસ્માત : કુંડેશ્વર દર્શને જતા શ્રદ્ધાળુઓથી ભરેલી પિકઅપ ગાડી પલટી ગઈ: 7 લોકોએ જીવ ગુમાવ્યા.

ઘાટ પર ચઢતી વખતે વળાંક પર મહિલા શ્રદ્ધાળુઓની પિકઅપ જીપ પલટી : જીપ 5 થી 6 વખત પલટી જતાં 25 થી 30 મહિલા શ્રદ્ધાળુઓ ગંભીર રીતે ઘાયલ

મહારાષ્ટ્રના પુણેના ખેડ તાલુકામાં સોમવારે (11 ઓગસ્ટ) એક ભયાનક માર્ગ અકસ્માત થયો. કુંડેશ્વર દર્શન માટે જતા શ્રદ્ધાળુઓથી ભરેલી પિકઅપ ગાડી પલટી ગઈ. આ દુ:ખદ અકસ્માતમાં 7 લોકોએ જીવ ગુમાવ્યા.  

શ્રાવણ મહિનાના ત્રીજા સોમવાર નિમિત્તે દર્શન માટે જતા સમયે રવિવાર-સોમવાર રાત્રે 1:15 વાગ્યાની આસપાસ આ અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં 25 થી 30 મહિલા શ્રદ્ધાળુઓ ઘાયલ થયા હતા. 

ઘાટ પર ચઢતી વખતે વળાંક પર મહિલા શ્રદ્ધાળુઓની પિકઅપ જીપ પલટી ગઈ. જીપ 5 થી 6 વખત પલટી જતાં 25 થી 30 મહિલા શ્રદ્ધાળુઓ ગંભીર રીતે ઘાયલ થયા, જ્યારે 7 મહિલા શ્રદ્ધાળુઓએ જીવ ગુમાવ્યા હતો 

(7:32 PM IST)