તા. ૧૮ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૯ બુધવાર
News of Monday, 11th August 2025
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેંસ્કીએ વડાપ્રધાન મોદી સાથે ફોન પર વાત કરી: ભારતની મુલાકાત લેશે
ઝેલેંસ્કીએ કહ્યું કે પીએમ મોદી સાથેની તેમની વાતચીતમાં તેમણે યુદ્ધ માટે ભંડોળ પૂરું પાડવાની રશિયાની ક્ષમતા ઘટાડવા માટે રશિયન ઊર્જા, ખાસ કરીને તેલ નિકાસ પર પ્રતિબંધ મૂકવાની જરૂરિયાત પર ભાર મૂક્યો

નવી દિલ્હી :યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેંસ્કીએ સોમવારે પ્રધાનમંત્રી મોદી સાથે ફોન પર વાત કરી હતી. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને આ અંગે માહિતી આપી હતી. ઝેલેંસ્કીએ X પોસ્ટમાં કહ્યું હતું કે, 'ભારતીય પ્રધાનમંત્રી મોદી સાથે લાંબી અને મહત્વપૂર્ણ વાતચીત થઈ, જેમાં દ્વિપક્ષીય સહયોગ અને વૈશ્વિક રાજદ્વારી પરિસ્થિતિ પર વિગતવાર ચર્ચા કરવામાં આવી.'
તેમણે યુક્રેનિયન લોકોને આપવામાં આવેલા સમર્થન બદલ ભારતીય પ્રધાનમંત્રીનો આભાર વ્યક્ત કર્યો. વોલોડીમીર ઝેલેંસ્કીએ કહ્યું કે તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને રશિયાના તાજેતરના હુમલાઓ, ખાસ કરીને ઝાપોરિઝિયામાં બસ સ્ટેશન પર થયેલા હુમલા વિશે માહિતી આપી, જેમાં ડઝનબંધ લોકો ઘાયલ થયા હતા. તેમણે કહ્યું, 'એવા સમયે જ્યારે યુદ્ધ સમાપ્ત થવાની રાજદ્વારી શક્યતા છે, ત્યારે રશિયા ફક્ત તેની આક્રમકતા અને હત્યાઓ ચાલુ રાખવાની ઇચ્છા બતાવી રહ્યું છે.'
ઝેલેંસ્કીએ કહ્યું કે પીએમ મોદી યુક્રેનના શાંતિ પ્રયાસોને ટેકો આપે છે. તેમણે કહ્યું, 'ભારત સંમત છે કે યુક્રેન સંબંધિત તમામ નિર્ણયોમાં યુક્રેનની ભાગીદારી ફરજિયાત છે. તેના વિના કોઈપણ કરાર અર્થહીન રહેશે અને કોઈ પરિણામ આપશે નહીં. યુક્રેનના રાષ્ટ્રપતિએ કહ્યું કે તેમણે ભારતના વડા પ્રધાન સાથે રશિયા સામેના પ્રતિબંધો અંગે પણ વિગતવાર ચર્ચા કરી.
ઝેલેંસ્કીએ કહ્યું કે પીએમ મોદી સાથેની તેમની વાતચીતમાં તેમણે યુદ્ધ માટે ભંડોળ પૂરું પાડવાની રશિયાની ક્ષમતા ઘટાડવા માટે રશિયન ઊર્જા, ખાસ કરીને તેલ નિકાસ પર પ્રતિબંધ મૂકવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. તેમણે કહ્યું, 'રશિયાને પ્રભાવિત કરી શકે તેવા દરેક નેતાએ મોસ્કોને સ્પષ્ટ સંદેશ આપવો જોઈએ.' બંને નેતાઓ સપ્ટેમ્બરમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દરમિયાન વ્યક્તિગત મુલાકાત કરવા સંમત થયા. ઝેલેંસ્કીએ કહ્યું કે તેમણે પીએમ મોદીને યુક્રેનની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું છે, અને ભારતીય વડા પ્રધાને પણ તેમને ભારતની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું છે. બંને નેતાઓ આ અંગે સંમત થયા
(7:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
