હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
12 લાખ કરોડના માલિક વોરેન બફેટને સોનામાં કેમ નથી રસ? જાણો કેમ તેને 'બેકાર' રોકાણ માને છે!
"જો તમે એક ઔંસ સોનું ખરીદીને વર્ષો સુધી રાખો, તો પણ તમારી પાસે એટલું જ સોનું રહેશે. તે વધશે નહીં કે કોઈ નવી વસ્તુ પેદા કરશે નહીં."

વોરેન બફેટ, જેમને રોકાણની દુનિયાના 'બાદશાહ' કહેવામાં આવે છે, તેમની સંપત્તિ $140 બિલિયન (આશરે ₹12 લાખ કરોડ) જેટલી છે. પરંતુ એક આશ્ચર્યજનક વાત એ છે કે, તેમના વિશાળ પોર્ટફોલિયોમાં સોનાનું એક પણ ઔંસ નથી. બફેટ હંમેશા સોનાને 'નોન-પ્રોડક્ટિવ એસેટ' તરીકે ગણાવે છે, એટલે કે એક એવું રોકાણ જે સમય જતાં પોતાની રીતે કોઈ મૂલ્ય ઉત્પન્ન કરતું નથી.
સોનાને 'બેકાર' માનવા પાછળ બફેટનો તર્ક
બફેટનું કહેવું છે કે, સોનાનો ઉપયોગ માત્ર ઘરેણાં બનાવવા અને અમુક ઔદ્યોગિક કામોમાં થાય છે. તેમનું માનવું છે કે, લાંબા ગાળે સોનું, ખેતી કે કોઈ વ્યવસાય જેવી ઉત્પાદક સંપત્તિ (productive assets) કરતાં નબળું સાબિત થાય છે. તેમણે 2011માં શેરહોલ્ડરોને કહ્યું હતું કે, "જો તમે એક ઔંસ સોનું ખરીદીને વર્ષો સુધી રાખો, તો પણ તમારી પાસે એટલું જ સોનું રહેશે. તે વધશે નહીં કે કોઈ નવી વસ્તુ પેદા કરશે નહીં."
બફેટનો આ વિચાર સાચો સાબિત થયો છે. 2011માં સોનાની કિંમત $1,750 હતી, જે આજે $3,350 થઈ છે, એટલે કે 14 વર્ષમાં બમણી. પરંતુ તેનું વાર્ષિક રિટર્ન માત્ર 5% છે, જ્યારે આ જ ગાળામાં અમેરિકન શેરબજારે 14%થી વધુ રિટર્ન આપ્યું છે.
સોનાના ભાવ કેમ વધે છે?
બફેટ માને છે કે, સોનાની કિંમતો લોકોના ડરને કારણે વધે છે. જેમ કે, ચલણનું મૂલ્ય ઘટવાનો ડર, આર્થિક અનિશ્ચિતતા કે રાજકીય તણાવ. તાજેતરના વર્ષોમાં અમેરિકન ડોલરની નબળાઈ, વધતું દેવું અને વ્યાજદરના બોજે રોકાણકારોને સોના તરફ આકર્ષ્યા છે.
બફેટની પ્રખ્યાત રોકાણ ફિલોસોફી છે: "જ્યારે લોકો લોભી બને, ત્યારે ડરો; અને જ્યારે લોકો ડરે, ત્યારે તમે લોભી બનો." સોનાના મામલે પણ તેઓ આ જ સિદ્ધાંતને અનુસરે છે અને ડરના માહોલમાં પણ સોનામાં રોકાણ કરવાથી દૂર રહે છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
