<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 11th August 2025

રીબડામાં પેટ્રોલ પંપ પર ચકચારી ફાયરિંગ કેસમાં હાર્દિકસિંહ જાડેજાની આખરે ધરપકડ

SMCની ટીમે કેરળથી હાર્દિકસિંહની કરી ધરપકડ :આરોપી હાર્દિકસિંહે શૂટરો બોલાવીને કરાવ્યું હતું ફાયરિંગ

રીબડામાં અનિરુદ્ધસિંહના ભત્રીજા જયદીપસિંહ ભગીરથસિંહ જાડેજાના પેટ્રોલ પંપ ઉપર થયેલ ફાયરિંગની ઘટનામાં હાર્દિકસિંહ જાડેજાની ધરપકડ કરી લેવાઈ છે 

   હાર્દિકસિંહ જાડેજા નામના આ યુવકનો વીડિયો વાયરલ થયો છે. જેમાં પોતાનો વીડિયો વાયરલ કરી અનિરુદ્ધસિંહનાં પુત્ર રાજદિપસિંહ ને બેફામ ગાળો ભાંડીને પોતે જ ફાયરિંગ કરાવ્યું હોવાનો દાવો કર્યો હતો 

હાર્દિકસિંહ જાડેજાએ વાયરલ કરેલા વીડિયોમાં 'મને છેતરીને ઘા કરી ગયા હતા', તેવુ કહી ધર્મેન્દ્રસિંહ ઝાલા (પીન્ટુ ખાટડી) ને પણ ગાળો ભાંડી છે.

રાજદિપસિંહને ઉદેશીને કહ્યું છે કે, હું અસલી ગરાસીયો છુ. એટલે તારા ઘર પર ફાયરિંગ નથી કર્યા, મેં જ પેટ્રોલ પંપ ઉપર છોકરાઓ મોકલી ફાયરિંગ કરાવ્યાં છે.

હાર્દિકસિંહ જાડેજા નામના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી ચાર જેટલા વીડિયોની સ્ટોરી મૂકવામાં આવી.આ વીડિયોમાં હાર્દિકસિંહ રાજદીપસિંહ જાડેજાને ખુલ્લી ધમકી પણ આપી હતી 

 

(11:14 PM IST)