<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 11th August 2025

આસારામબાપુની ફરી તબિયત બગડી : ઇન્દોર જ્યુપિટર હોસ્પિટલમાં ત્રણ દિવસ ICU દાખલ

ગુજરાત હાઈકોર્ટે આસારામના જામીન 21 ઓગસ્ટ સુધી લંબાવી દીધા

ઇન્દોર ;સગીરા પર બળાત્કારનો આરોપી આસારામબાપુ  એક મહિનાથી બીમાર છે. આ કારણે ગુજરાત હાઈકોર્ટે આસારામ બાપુના જામીન 21 ઓગસ્ટ સુધી લંબાવી દીધા છે.

    આસારામબાપુ  હાલમાં ઈન્દોરના ડોક્ટરોના સંપર્કમાં છે. તેમને 1 થી 3 ઓગસ્ટ સુધી વિશેષ જ્યુપિટર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હૃદયની તકલીફને કારણે તેમને ICUમાં રાખવામાં આવ્યા હતા. 6 ઓગસ્ટના રોજ તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.
હોસ્પિટલમાં કરવામાં આવેલા આસારામના પરીક્ષણોમાં હૃદયની તકલીફ હોવાનું બહાર આવ્યું છે. તાજેતરના પરીક્ષણોમાં, આસારામનું ટ્રોપોનિન સ્તર ખૂબ ઊંચું (2465.59 pg-ml) જોવા મળ્યું છે. ટ્રોપોનિન એ હૃદયના સ્નાયુઓમાં જોવા મળતું પ્રોટીન છે. ટ્રોપોનિનનું ઊંચું સ્તર હૃદયરોગના હુમલાનો સંકેત આપે છે.

ડૉ. અશોક ઠાકુરે વિશેષ જ્યુપિટર હોસ્પિટલમાં આસારામની સારવાર કરી. ડૉક્ટરોએ તેમને આરામ કરવાની સલાહ આપી છે. હોસ્પિટલ મેનેજમેન્ટે આસારામ વિશે કોઈ માહિતી આપવાનો ઇનકાર કર્યો છે. ડૉ. અશોક ઠાકુર કહે છે કે દર્દી આસારામની સંમતિ ન હોવાથી કોઈ માહિતી આપી શકાતી નથી.

 

(11:15 PM IST)