હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
આજે સવારના મહત્વના સમાચારો ઉડતી નજરે જોઈ જાવ

* સ્વતંત્રતા દિવસની પહેલા બીએસએફ દ્વારા બાંદીપોરાથી શ્રીનગર સુધી ૭૯ કિલોમીટર લાંબી સાયકલ ત્રિરંગા રેલીનું આયોજન
* દિલ્હીની ભાગોળે રાજધાની પાર્ક મેટ્રો સ્ટેશન પાસે મોડી રાત્રે ટિમ્બર માર્કેટના ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળી છે, ૨૫ ફાયર ફાઈટરો આગ બૂજાવવા કામ કરી રહ્યા છે
* અપહરણ થયેલા બીસીએસના ત્રણ વિદ્યાર્થીઓને હિમાચલના સીમલા ખાતે સુરક્ષિત બચાવી લેવાયા છે
* પાકિસ્તાનના બલુચિસ્તાનમાં સ્વતંત્ર બલુચિસ્તાન માટે લડત આપી રહેલ બલુચિસ્તાન લિબરેશન આર્મીને વિદેશી આતંકવાદી સંગઠન અમેરિકાએ જાહેર કર્યું
* અમેરિકાના ટેક્સાસમાં ફરી ગોળીબારની ઘટના, પાર્કિંગમાં ત્રણને ગોળી મારી દેવાઈ, હુમલાખોરની ધરપકડ
* ઉત્તરાખંડમાં ભારે વરસાદનું એલર્ટ, ૧૪ ઓગસ્ટ સુધી કેદારનાથ યાત્રા સ્થગિત
* હિમાચલમાં ૧૪ તારીખ સુધી ભારે વરસાદનું એલર્ટ
* દિલ્હીના સંખ્યાબંધ વિસ્તારોમાં વરસાદ તૂટી પડ્યો
* પાકિસ્તાનમાં ૨૦૨૩ના તોફાનો બાબતે પૂર્વ ગવર્નર અને પૂર્વ પ્રધાનો સહિત ૨૫ ને કોર્ટે ૧૦ વર્ષની જેલ ફટકારી









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
