<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 12th August 2025

પુત્રની ઘેલછામાં પિતા બન્‍યો હેવાનઃ દીકરીને ઝેર આપી મારી નાખી?

પત્‍નીએ પતિ પર આરોપ લગાવ્‍યો છે કે દીકરાની ઘેલછાને કારણે દીકરીને મારી નાખી હતી

 

અગરતલા તા.૧૨: ત્રિપુરામાંથી સામે આવેલા કિસ્‍સાએ ચોંકાવી દીધા છે, જેમાં એક જવાને પોતાની દીકરીને ઝેર આપીને મારી દેવાનો આરોપ મૂકવામાં આવ્‍યો છે. ખુદ જવાનની પત્‍નીએ પતિ પર આરોપ લગાવ્‍યો છે કે દીકરાની ઘેલછાને કારણે દીકરીને મારી નાખી હતી.

બાળકીની માતા મિતાલી દેબવર્માએ જણાવ્‍યું હતું કે, ‘અમે અમારી બહેનના ઘરે ગયા હતા, જ્‍યાં મારી બહેનના દીકરા સાથે મારા પતિ રથિન્‍દ્ર દેવબર્મા મારી દીકરીને બિસ્‍કિટ ખરીદવા માટે એક દુકાને લઈ ગયા હતા ત્‍યારે મારી બહેને જોયું કે મારી દીકરીને ઉલટી અને ઝાડા થઈ ગયા હતા. તેના મોંઢામાંથી કોઈ દવાની તીવ્ર દુર્ગંધ પણ આવી રહી હતી.' આથી મેં તેનું ગળું પકડીને પૂછયું કે તેણે તેને શું ખાવા આપ્‍યું હતું કે તેની આવી હાલત થઈ ગઈ, તો તેણે કહ્યું કે કોઈ ઝેર આપ્‍યું નથી.

આ ઘટના બાદ આરોપીની ધરપકડ કરી લેવામાં આવી હતી અને કોર્ટે ત્રણ દિવસના રિમાન્‍ડ મંજુર કર્યા હતા. સારવાર કરનારા ડોક્‍ટરના જણાવ્‍યા અનુસાર બાળકીની હાલત સંવેદનશીલ હોવાથી તેને અગરતલાની હોસ્‍પિટલમાં ખસેડવામાં આવી હતી,  જયાં બાળકી સારવાર શરુ થાય તે પહેલા જ બાળકી જ મળત્‍યુ પામી હતી. જો કે મળત્‍યુ પાછળનું સાચું કારણ તો પોસ્‍ટ માર્ટમ બાદ જ સામે આવશે.

બાળકીની માતાએ તેના પતિ પર આક્ષેપ મુકતા કહ્યું હતું કે તેનો પતિ દીકરાના જન્‍મ માટે પત્‍ની સાથે ઝઘડો કરતો હતો.(૩૮.૭)

(9:52 AM IST)