<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 12th August 2025

કબૂતરોને ચણ નાખવા બદલ ૩ જણ સામે એફઆઈઆર અને ૬૪ જણને દંડ

મુંબઈ,તા.૧૨: બૃહન્‍મુંબઈ મ્‍યુનસિપલ કોર્પોરેશન (બીએમસી)એ ઓગસ્‍ટ મહિનામાં અત્‍યાર સુધી કબૂતરોને ચણ નાખવા બદલ ૩ જણ સામે ફર્સ્‍ટ ઇન્‍ફર્મેશન રિપોર્ટ (એફઆઈઆર) દાખલ કર્યો છે અને ૬૪ જણ પાસેથી ૩૨,૦૦૦ રૂપિયાનો દંડ વસૂલ કર્યો છે. ત્રણમાંથી બે એફઆઈઆર ડી વોર્ડમાં દાખલ કરાયા છે જ્‍યાં ચાર કબૂતરખાનાં આવેલાં છે. જ્‍યારે જી વોર્ડમાં એક એફઆઈઆર દાખલ કરવામાં આવ્‍યો છે જ્‍યાં દાદર કબૂતરખાના આવેલું છે. દાદર કબૂતરખાનામાં કબૂતરોને ચણ નાખવા બદલ ૧૧ જણને દંડ કરાયો હતો અને તેમની પાસેથી ૫૫૦૦ રૂપિયા દંડ વસૂલ કરવામાં આવ્‍યો હતો.

(10:25 AM IST)