News of Tuesday, 12th August 2025
અડધી રાત્રે ગર્લફ્રેન્ડને મળવા આવ્યો બોયફ્રેન્ડઃ પકડાઈ જતા સવારે ગામ ભેગું થઈને લગ્ન કરાવી દીધા
પોતાની પ્રેમિકાને મળવાની ઉત્સુકતામાં છોકરો સંતાઈને તેના ઘરમાં ઘૂસી ગયો. પરંતુ તે પછી જે બન્યું તે એક આઘાતજનક દ્રશ્ય હતું

નવી દિલ્હી,તા.૧૨: સોશિયલ મીડિયા પર આવા ઘણા વીડિયો વાયરલ થાય છે, જે બધાને ચોંકાવી દે છે. આમાંથી એક વીડિયોમાં કેટલાક છોકરાઓ મજા કરવા માટે પોતાના મિત્રને પાણીમાં ધકેલી દે છે, અને ક્યારેક કોઈ બહેન પોતાના ભાઈ સાથે ગર્ભવતી હોવાની વાત કરે છે. ક્યારેક કોઈ ષી રસ્તા પર પોતાના પતિ અને તેની ગર્લફ્રેન્ડને પણ માર મારે છે. પરંતુ આજે અમે તમને જે વીડિયો બતાવવા જઈ રહ્યા છીએ તે થોડો અલગ છે. હકીકતમાં એક છોકરો અડધી રાતે તેની ગર્લફ્રેન્ડને મળવા માટે બેચેન થઈ જાય છે. તે તરત જ તેને મળવા માટે તેના ઘરમાં ઘૂસી જાય છે. પરંતુ પછી પરિવારના સભ્યો જાગી જાય છે અને તેમને રંગે હાથ પકડી પાડે છે. ત્યાર પછી સવારે તે બંને જે હાલતમાં જોવા મળ્યો તે જોઈને તમે પણ ચોંકી જશો.
આ વીડિયો રણજીત સિહ (@ranjeet__singh_60) દ્વારા ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. વીડિયોમાં તમે જોશો કે જ્યારે છોકરો તેની ગર્લફ્રેન્ડને મળવા માટે ઉત્સુક હતો, ત્યારે તેની ચોરી પકડાઈ ગઈ. છોકરીનો પરિવાર જાગી ગયો અને તેને પકડી લીધો. સવારે ઉઠતાની સાથે જ છોકરીના પરિવારે ગામલોકોને ભેગા કર્યા. પછી શું, ગામલોકોએ ચિતાતુર પ્રેમી અને તેની ગર્લફ્રેન્ડને એક કરવાનું નક્કી કર્યું. તેમણે છોકરા અને છોકરીના જાહેરમાં લગ્ન કરાવી દીધા. આ દરમિયાન, છોકરી પહેલા તેના પ્રેમીના કપાળ પર તિલક લગાવે છે, પછી છોકરો તેના હાથમાં સિદૂર લઈ તેની માંગ ભરે છે. પરંતુ છોકરાના ચહેરા પર કોઈ ખુશી નહોતી. તે સ્તબ્ધ થઈ ગયો. એવું લાગતું હતું કે તે ફક્ત તેની ગર્લફ્રેન્ડને મળવા અને તેની સાથે રોમાન્સ કરવા માંગતો હતો, પરંતુ ગામલોકોએ તેમના લગ્ન કરાવી દીધા.
પ્રેમીઓનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વધુને વધુ વાયરલ થઈ રહ્યો છે. અત્યાર સુધીમાં આ સંબંધિત વિવિધ વીડિયો લગભગ ૩ કરોડ વખત જોવામાં આવ્યા છે. બધા વીડિયો પર હજારો કોમેન્ટ્સ આવી છે. વીડિયો પર કોમેન્ટ કરતા પ્રકાશ સાહનીએ લખ્યું છે કે આ બધું ઘરે મળવા જવાનું પરિણામ છે. પુરુષોત્તમ નામના વ્યક્તિએ લખ્યું છે કે સારું છે કે હું આ બધાથી દૂર છું અને હું જીમ કરવામાં વધુ માનું છું. આ કારણે, હું આ બધી બાબતોમાં સામેલ થતો નથી અને પોતાના પર ધ્યાન આપું છું. આશિષ યાદવે કોમેન્ટ કરી છે કે છોકરો ગુસ્સામાં દેખાય છે. જોકે, બાદમાં બીજો એક વીડિયો પણ વાયરલ થયો હતો, જેમાં છોકરો તેની ગર્લફ્રેન્ડ સાથે ઉભા રહેવાની વાત કરે છે
(10:26 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
