હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
પાકિસ્તાનના નેતાઓને યુધ્ધની ખંજવાળ ઉપડી
ભારતના હાથે સણસણતો તમાચો ખાધા બાદ પણ પૂંછડી વાંકીને વાંકી : પાકિસ્તાન સંરક્ષણ મંત્રી તથા પૂર્વ વિદેશ પ્રધાન ભારત વિરૂધ્ધ ઝેર ઓકી યુધ્ધની કાગરોળ કરી

ઇસ્લામાબાદઃ તા.૧ર, પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે ભારતને ધમકી આપી છે. આસિફે કહ્યું કે જો આગલી વખતે યુદ્ધ થશે તો તે સરહદો પર નહીં પણ ભારતની અંદર લડવામાં આવશે. પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાને જિયો ન્યૂઝ સાથે વાત કરતા આ વાત કહી. આ દરમિયાન તેમણે અમેરિકામાં પાકિસ્તાનના ફિલ્ડ માર્શલ અસીમ મુનીર દ્વારા આપવામાં આવેલી પરમાણુ ધમકી પર પણ ટિપ્પણી કરી અને તેને જુઠ્ઠાણું ગણાવ્યું.
આસિફે કહ્યું કે હવે ભારત અમારા ફિલ્ડ માર્શલ દ્વારા પાકિસ્તાની સમુદાયને આપેલા ભાષણ વિશે ખોટું બોલી રહ્યું છે કે તેમણે પરમાણુ શષાોનો ઉપયોગ કરવાની વાત કરી હતી. આવું કંઈ થયું નથી. તેનાથી વિપરીત પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાને ભારત પર પરમાણુ શષાોની દાણચોરીનો આરોપ લગાવ્યો. આસિફે કહ્યું કે તેમના (ભારતના) આર્મી ચીફે કહ્યું છે કે ફરી એકવાર યુદ્ધ થશે.
આ દરમિયાન, પાકિસ્તાનના ભૂતપૂર્વ વિદેશ પ્રધાન અને પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (પીપીપી) ના અધ્યક્ષ બિલાવલ ભુટ્ટો ઝરદારીએ પણ ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું છે. સોમવારે, સિંધ સરકારના એક કાર્યક્રમમાં બિલાવલે કહ્યું કે જો ભારત સિંધુ જળ સંધિમાં ફેરફાર કરશે તો યુદ્ધ ફાટી નીકળશે. બિલાવલે દાવો કર્યો હતો કે ભારતે પાકિસ્તાન પર હુમલો કર્યો છે. પીપીપીના અધ્યક્ષે તેમના સમર્થકોને કહ્યું હતું કે, ‘દરેક પાકિસ્તાની યુદ્ધ લડવા માટે તૈયાર છે.' તેમણે દાવો કર્યો હતો કે તાજેતરના લશ્કરી અથડામણ દરમિયાન પાકિસ્તાની સેનાએ ભારતને ઐતિહાસિક જવાબ' આપ્યો છે.
બિલાવલ ભુટ્ટોએ કહ્યું, ‘ જો તમે ઓપરેશન સિંદૂર જેવા હુમલા કરવાનું વિચારો છો, તો જાણી લો કે પાકિસ્તાનના દરેક પ્રાંતના લોકો તમારી સામે લડવા માટે તૈયાર છે. આ એક એવું યુદ્ધ છે જે તમે ચોક્કસપણે હારી જશો.' હાજર લોકોને સંબોધતા તેમણે કહ્યું, તમે લોકો એટલા મજબૂત છો કે યુદ્ધ લડીને તમે બધી ૬ નદીઓ પાછી મેળવી શકો છો.‘તેમણે પ્રતિજ્ઞા લીધી કે પાકિસ્તાન ક્યારેય ઝૂકશે નહીં.'









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
