News of Tuesday, 12th August 2025
જસ્ટીશ વર્મા વિરૂધ્ધ મહાભિયોગની પ્રક્રિયા શરૂ
કેશ એટ હોમ કાંડ : જસ્ટીશ વર્મા પર લાગેલા ભ્રષ્ટ્રાચારના આરોપોની તપાસ માટે બની ત્રણ સભયોની કમિટી : લોકસભા સ્પીકરને આપશે રિપોર્ટ : કમિટીમાં સુપ્રિમ કોર્ટ - હાઇકોર્ટના ૧-૧ જજ : તથા એક વરિષ્ઠ વકિલ હશે : રિપોર્ટના આધારે આગળ કાર્યવાહી થશે

નવી દિલ્હી, તા.૧૨: સ્પીકર ઓમ બિરલાએ લોકસભામાં અલ્હાબાદ હાઈકોર્ટના જસ્ટિસ યશવંત વર્મા સામે મહાભિયોગ પ્રક્રિયા શરૂ કરવાની જાહેરાત કરી છે. તેમણે જસ્ટિસ યશવંત વર્મા સામેના આરોપોની તપાસ માટે ત્રણ સભ્યોની સમિતિની રચના કરવાની પણ જાહેરાત કરી છે. આ વર્ષે માર્ચમાં દિલ્હીમાં જસ્ટિસ વર્માના સત્તાવાર નિવાસસ્થાને બળી ગયેલી રોકડના મોટા ઢગલા મળી આવ્યા હતા. ત્યારથી જસ્ટિસ વર્મા વિવાદો અને હેડલાઇન્સમાં છે. તે સમયે જસ્ટિસ વર્મા દિલ્હી હાઈકોર્ટના જજ હતા. બાદમાં તેમની અલ્હાબાદ હાઈકોર્ટમાં બદલી કરવામાં આવી હતી.
લોકસભામાં સમિતિની રચનાની જાહેરાત કરતા સ્પીકર બિરલાએ કહ્યું કે જસ્ટિસ વર્મા સામે ૧૪૬ સાંસદો દ્વારા સહી કરાયેલ મહાભિયોગ પ્રસ્તાવ પણ સ્વીકારવામાં આવ્યો છે. સમિતિ જસ્ટિસ વર્માના કેસની તપાસ કરશે અને લોકસભામાં રિપોર્ટ રજૂ કરશે.
લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ કહ્યું કે મને રવિશંકર પ્રસાદ અને વિપક્ષના નેતા સહિત કુલ ૧૪૬ સભ્યો દ્વારા સહી કરાયેલા પ્રસ્તાવ મળ્યા છે. આમાં, અલ્હાબાદ હાઈકોર્ટના જસ્ટિસ યશવંત વર્માને પદ પરથી દૂર કરવાનો પ્રસ્તાવ છે.
આ સમિતિમાં ત્રણ લોકોને સામેલ કરવામાં આવ્યા છે. તેમાં સુપ્રીમ કોર્ટના જસ્ટિસ અરવિંદ કુમાર, મદ્રાસ હાઈકોર્ટના જસ્ટિસ મનિન્દર મોહન શ્રીવાસ્તવ અને કર્ણાટક હાઈકોર્ટના સિનિયર એડવોકેટ બી.વી. આચાર્યનો સમાવેશ થાય છે. બિરલાએ કહ્યું, જસ્ટિસ યશવંત વર્માને હટાવવાની પ્રક્રિયા શરૂ થવી જોઈએ. સંસદ ભ્રષ્ટાચાર સામે એક થઈ ગઈ છે. અમે મહાભિયોગ પ્રસ્તાવ સ્વીકાર્યો છે... લોકોને ન્યાયતંત્રમાં વિશ્વાસ છે.
સભાપતિ બિરલાએ કહ્યું, ૅસમિતિ શકય તેટલી વહેલી તકે પોતાનો અહેવાલ રજૂ કરશે. તપાસ સમિતિનો અહેવાલ ન આવે ત્યાં સુધી જસ્ટિસ વર્માને દૂર કરવાનો પ્રસ્તાવ પેન્ડિંગ રહેશે. અગાઉ, તેમણે ગળહને માહિતી આપી હતી કે તેમને ૩૧ જુલાઈના રોજ ભાજપના સાંસદ રવિશંકર પ્રસાદ અને ગળહમાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી સહિત શાસક અને વિપક્ષી પક્ષોના કુલ ૧૪૬ સભ્યો દ્વારા સહી કરાયેલા પ્રસ્તાવની નોટિસ મળી છે, જેમાં બંધારણની કલમ ૧૨૪ (૪) અને કલમ ૨૧૭ અને ૨૧૮ સાથે વાંચવામાં આવતી ન્યાયાધીશો તપાસ અધિનિયમ ૧૯૬૮ ની કલમ ૩ હેઠળ ન્યાયાધીશ યશવંત વર્માને હાઇકોર્ટના ન્યાયાધીશ પદ પરથી દૂર કરવા માટે રાષ્ટ્રપતિને અરજી રજૂ કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે.
લોકસભા અધ્યક્ષે કહ્યું કે ૧૫ માર્ચે ન્યાયાધીશ વર્માના દિલ્હી સ્થિત નિવાસસ્થાનમાંથી બળી ગયેલી રોકડ મળી આવવાની ઘટનાની વિગતો પણ વાંચી સંભળાવવામાં આવી હતી. તેમણે કહ્યું કે હાલના કેસ સાથે સંબંધિત તથ્યો ગંભીર ભ્રષ્ટાચાર તરફ ઈશારો કરે છે. બિરલાએ કહ્યું, સંસદે આ મુદ્દા પર એક અવાજમાં બોલવું જોઈએ અને દેશના લોકોને સંદેશ આપવો જોઈએ કે ભ્રષ્ટાચાર સામે શૂન્ય સહિષ્ણુતા રહેશે.
(3:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
