<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 12th August 2025

ફતેહપુરમાં ધાર્મિક તણાવ: મંદિર વિરુદ્ધ મકબરો વિવાદે લીધું ઉગ્ર સ્વરૂપ, ભગવો ધ્વજ હટાવી રાતોરાત મકબરાનું સમારકામ

ફતેહપુરના SP અનૂપ સિંહે જણાવ્યું કે, "કાયદો અને વ્યવસ્થા જાળવવી અમારી પ્રાથમિકતા છે. આરોપીઓની ધરપકડ કરવા માટે ટીમો બનાવવામાં આવી છે."

લખનઉ: ઉત્તર પ્રદેશના ફતેહપુર જિલ્લામાં એક ધાર્મિક સ્થળને લઈને ભારે તણાવ ફેલાયો છે. હિન્દુ સંગઠનોના કાર્યકરોએ એક મકબરાને 'ઠાકુરદ્વારા મંદિર' ગણાવીને ત્યાં તોડફોડ કરી, ભગવો ધ્વજ લહેરાવ્યો અને પૂજા કરવાનો પ્રયાસ કર્યો. આ ઘટના બાદ તુરંત જ વહીવટીતંત્રએ રાતોરાત ક્ષતિગ્રસ્ત મકબરાનું સમારકામ કરાવીને ત્રણ સ્તરીય સુરક્ષા ગોઠવી દીધી છે.

સોમવારે સવારે, હિન્દુ મહાસભા અને ભાજપના નેતાઓ સહિત લગભગ 300 લોકો અબુ નગર સ્થિત મકબરા તરફ ધસી ગયા. આ પહેલા, ભાજપના નેતાઓએ જન્માષ્ટમી નિમિત્તે 'ઠાકુરદ્વારા મંદિર'માં પૂજા કરવાની પરવાનગી માંગી હતી. જોકે, વહીવટીતંત્રએ સુરક્ષા માટે બેરિકેડિંગ કર્યું હતું, પરંતુ ભીડ તેને તોડીને અંદર ઘૂસી ગઈ.

અંદર પ્રવેશતા જ ભીડે ધાર્મિક નારા લગાવ્યા, બે કબરોને નુકસાન પહોંચાડ્યું અને તેના ઉપર ભગવો ધ્વજ લહેરાવ્યો. ઘટના બાદ વહીવટીતંત્ર હરકતમાં આવ્યું અને તુરંત જ ક્ષતિગ્રસ્ત મકબરા અને દરવાજાનું સમારકામ કરાવ્યું.
 
 સબ ઇન્સ્પેક્ટર વિનીત કુમાર ઉપાધ્યાયની ફરિયાદ પર, ભાજપના જિલ્લા મહામંત્રી પુષ્પરાજ પટેલ, બજરંગ દળના ધર્મેન્દ્ર સિંહ અને અન્ય 10 નામાંકિત લોકો સહિત કુલ 150 અજાણ્યા લોકો સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે.
 સ્થળ પર પોલીસ અને PACની ત્રણ સ્તરીય સુરક્ષા ગોઠવવામાં આવી છે. નજીકના જિલ્લાઓમાંથી પણ પોલીસ દળ બોલાવીને તૈનાત કરવામાં આવ્યું છે. ડ્રોન અને સીસીટીવી દ્વારા સતત દેખરેખ રાખવામાં આવી રહી છે.

 SP ફતેહપુર અનૂપ સિંહે જણાવ્યું કે, "કાયદો અને વ્યવસ્થા જાળવવી અમારી પ્રાથમિકતા છે. આરોપીઓની ધરપકડ કરવા માટે ટીમો બનાવવામાં આવી છે."
 
બંને પક્ષોના દાવા
 હિન્દુ પક્ષ: હિન્દુ સંગઠનોનો દાવો છે કે આ સ્થળ અગાઉ 'ઠાકુર વિરાજમાન'નું મંદિર હતું, જ્યાં નિયમિત પૂજા થતી હતી. તેમનું કહેવું છે કે મુસ્લિમ પક્ષે સરકારી દસ્તાવેજોમાં ફેરફાર કરીને તેને મકબરા તરીકે નોંધણી કરાવી દીધું.
•મુસ્લિમ પક્ષ: મુસ્લિમ પક્ષનો દાવો છે કે આ નવાબ અબ્દુલ સમદનો મકબરો છે, જે સરકારી રેકોર્ડમાં રાષ્ટ્રીય સંપત્તિ તરીકે નોંધાયેલો છે. કાનપુર કેન્ટોનમેન્ટના ધારાસભ્ય મોહમ્મદ હસન 'રૂમી'એ વિધાનસભામાં પણ આ મુદ્દો ઉઠાવીને સરકાર પર કડક કાર્યવાહી ન કરવાનો આરોપ લગાવ્યો છે.
આ સંવેદનશીલ મુદ્દે રાજકીય નિવેદનો પણ ગરમાયા છે અને વહીવટીતંત્ર પરિસ્થિતિને કાબૂમાં રાખવા માટે સતત પ્રયાસ કરી રહ્યું છે


 

(2:38 PM IST)