<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 12th August 2025

જમ્‍મુ- કાશ્‍મીરમાં યાસીન મલિકના ઘર સહિત ૯ સ્‍થળોએ દરોડા : ૩૫ વર્ષ જુના કેસમાં કાર્યવાહી

આ આખો કેસ કાશ્‍મીરી પંડિત મહિલા પર બળાત્‍કાર બાદ હત્‍યા સાથે જોડાયેલો છે : ગુનાહિત પુરાવા મળ્‍યા બાદ તાબડતોડ એકશન

શ્રીનગર, તા.૧૨: જમ્‍મુ અને કાશ્‍મીર પોલીસ અને રાજ્‍ય તપાસ એજન્‍સી (SIA) એ શ્રીનગરમાં નવ સ્‍થળોએ દરોડા પાડ્‍યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ દરોડા ૧૯૯૦ દરમિયાન કાશ્‍મીરી હિન્‍દુ મહિલા સરલા ભટ્ટની હત્‍યા સંબંધિત કેસની તપાસમાં કરવામાં આવી રહ્યા છે. ૧૯૯૦માં કાશ્‍મીરી હિન્‍દુ મહિલા સરલા ભટ્ટની નિર્મમ હત્‍યા સંબંધિત આ દરોડા હાથ ધરાયા હતાં. ભટ્ટ પર સામૂહિક દુષ્‍કર્મ ગુજારી નિર્મમ હત્‍યાના કેસમાં ૩૫ વર્ષ બાદ પણ હજુ તપાસ ચાલી રહી છે.

પોલીસ સૂત્રોએ જણાવ્‍યું હતું કે ભટ્ટે પંડિતોને સરકારી નોકરી છોડી દેવા અને ખીણ છોડવા માટે આતંકવાદીઓના આદેશોનો વિરોધ કર્યો હતો, અને JKLFના અધિકારને ખુલ્લેઆમ પડકાર્યો હતો, જેના કારણે તેની હત્‍યા થઈ હતી. આટલે ન અટકતાં JKLFના આતંકીઓએ ભટ્ટના પરિવારને પણ અનેક ધમકીઓ આપી હતી. વધુમાં સ્‍થાનિક લોકોએ તેના અંતિમ સંસ્‍કારમાં હાજરી ન આપવા પણ ધમકી અપાઈ હતી. ગયા વર્ષે આ કેસ SIAને ટ્રાન્‍સફર કરવામાં આવ્‍યો હતો. પોલીસ સૂત્રોએ જણાવ્‍યું હતું કે શોધખોળથી ગુનાહિત પુરાવૉ મળી આવ્‍યા છે જે ભટ્ટ અને તેના પરિવારને ન્‍યાય અપાવવાના ઉદ્દેશ્‍ય સાથે ‘સમગ્ર આતંકવાદી કાવતરાનો પર્દાફાશ કરવામાં મદદ કરશે.

સરલા ભટ્ટ દક્ષિણ કાશ્‍મીરના અનંતનાગ જિલ્લાની રહેવાસી હતી. તે શેર-એ-કાશ્‍મીર ઇન્‍સ્‍ટિટયૂટ ઓફ મેડિકલ સાયન્‍સિસ સૌરા શ્રીનગર નગરમાં નર્સ હતી. એપ્રિલ ૧૯૯૦ માં જમ્‍મુ અને કાશ્‍મીર લિબરેશન ફ્રન્‍ટના આતંકવાદીઓ દ્વારા તેમનું અપહરણ કરવામાં આવ્‍યું હતું.

આતંકવાદીઓએ ઘણા દિવસો સુધી તેના પર ગેંગરેપ કર્યો અને બાદમાં તેની હત્‍યા કરી દીધી. તેના મળતદેહને શ્રીનગરના ડાઉનટાઉનના રસ્‍તા પર ફેંકી દેવામાં આવ્‍યો. આ દરોડા લિબરેશન ફ્રન્‍ટના ૯ ભૂતપૂર્વ કમાન્‍ડરોના ઘરો પર પાડવામાં આવ્‍યા છે, જેમાં યાસીન મલિકના ઘરનો પણ સમાવેશ થાય છે.

૧. જાવેદ અહેમદ મીર ઉર્ફે નાલ્‍કા, ગુલામ નબી મીર, જૈનકદલ, રહેવાસી. મોહમ્‍મદ યાસીન મલિક, ગુલામ કાદિર મલિક, રહેવાસી મૈસુમા, શ્રીનગર. (હાલમાં તિહાર જેલમાં બંધ) પીર ગુલામ રસૂલ શાહનો પુત્ર પીર નૂર ઉલ હક શાહ ઉર્ફે એર માર્શલ હાલમાં ઇલાહી બાગ, બુચપોરા, શ્રીનગરમાં રહે છે. અબ્‍દુલ હમીદ શેખ પુત્ર અબ્‍દુલ કબીર શેખ રહે ડાંડેરકાહ, બટમાલુ. (એક એન્‍કાઉન્‍ટરમાં માર્યો ગયો) બશીર અહેમદ ગોજરીનો પુત્ર ગુલામ રસૂલ ગોજરી નિવાસી કડીકદલ સોકાલીપોરા, શ્રીનગર. ફિરોઝ અહેમદ ખાન ઉર્ફે જાન મોહમ્‍મદ ઉર્ફે જાના કચરૂ પુત્ર ગુલામ અહેમદ ખાન નિવાસી સજગરીપોરા, શ્રીનગર. ગુલામ મોહમ્‍મદ ટપલૂનો પુત્ર અસદુલ્લા ટપલુ રહેવાસી ટીપલુ મોહલ્લા અંચર. ગુલામ મોહમ્‍મદ તપલૂનો પુત્ર અસદુલ્લા તાપલૂ, એપી અલ-હમઝા કોલોની, અહેમદનગર, શ્રીનગર.(૨૩.૨૦)

(3:20 PM IST)