હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
GTP-5ના આગમન પછી એલોન મસ્કની મોટી જાહેરાત: બધા X વપરાશકર્તાઓ માટે Grok 4 AI અને Grok Imagine ફ્રી!
Grok Imagine ની મદદથી ફક્ત ટેક્સ્ટ અથવા વોઇસ કમાન્ડ આપીને AI દ્વારા વીડિયો: XAI નો ઉપયોગ કરનારા લાખો યુઝર્સને મોટો ફાયદો, AI ટેકનોલોજી વધુ લોકો સુધી

નવી દિલ્હી: - OpenAI દ્વારા GTP-5 ના લોન્ચ થયા બાદ ટેક જગતમાં હરીફાઈ વધી છે. આ હરીફાઈને ધ્યાનમાં રાખીને, એલોન મસ્કે એક મોટી જાહેરાત કરી છે. તેમની AI કંપની XAI એ હવે Grok 4 AI ને તેના તમામ X (અગાઉ ટ્વિટર) વપરાશકર્તાઓ માટે સંપૂર્ણપણે મફત કરી દીધું છે. આ સુવિધા અત્યાર સુધી ફક્ત સુપર ગ્રોક અને X પ્રીમિયમ સબસ્ક્રિપ્શન ધરાવતા યુઝર્સ માટે જ ઉપલબ્ધ હતી.
પહેલા, Grok 4 AI નો ઉપયોગ કરવા માટે યુઝર્સે પૈસા ચૂકવવા પડતા હતા. હવે, બધા યુઝર્સ તેનો મફતમાં ઉપયોગ કરી શકશે.
મર્યાદિત સમય માટે ઓફર: કંપનીએ કહ્યું છે કે આ મફત ઓફર મર્યાદિત સમય માટે છે, જેનો ઉદ્દેશ્ય યુઝર્સને તેનો મોટા પાયે ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત કરવાનો છે.
હેવી વર્ઝન હજુ પણ પેઇડ: જોકે, Grok 4 નું વધુ શક્તિશાળી વર્ઝન, Grok 4 Heavy, હજુ પણ ફક્ત સુપર ગ્રોક હેવી સબસ્ક્રાઇબર્સ માટે જ ઉપલબ્ધ છે.
Grok 4 બે અલગ-અલગ મોડમાં કામ કરે છે:
1. ઓટો મોડ: આ મોડમાં AI પોતે જ નક્કી કરે છે કે યુઝરના પ્રશ્નનો જવાબ સરળ આપવો કે વધુ વિગતવાર.
2. એક્સપર્ટ મોડ: આ મોડમાં યુઝર પોતે જ નક્કી કરી શકે છે કે AI પાસેથી કેવો જવાબ જોઈએ છે. કંપનીએ Grok 4 ને પહેલા કરતાં વધુ સ્માર્ટ અને યુઝર-ફ્રેન્ડલી બનાવ્યું છે.
એલોન મસ્કે વધુ એક મોટી ભેટ આપતા Grok Imagine ફીચરને પણ બધા એન્ડ્રોઇડ યુઝર્સ માટે મફત કરી દીધું છે. આ ફીચર પહેલા ફક્ત iOS યુઝર્સ અને US ના યુઝર્સ માટે જ ઉપલબ્ધ હતું. Grok Imagine ની મદદથી યુઝર્સ ફક્ત ટેક્સ્ટ અથવા વોઇસ કમાન્ડ આપીને AI દ્વારા વીડિયો જનરેટ કરી શકે છે.
આ નિર્ણયોથી XAI નો ઉપયોગ કરનારા લાખો યુઝર્સને મોટો ફાયદો થશે અને AI ટેકનોલોજી વધુ લોકો સુધી પહોંચશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
