<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 12th August 2025

વજન ઘટાડવાની અમેરિકી દવા પાછળ ગાંડા થયા ભારતીયો, ૧૦૦ કરોડની પાર પહોંચી ગયું છે વેચાણ

આ દવા ભારતમાં મૂલ્‍યના દ્રષ્ટિએ સૌથી ઝડપથી વેચાનારી પ્રિસ્‍ક્રિપ્‍શન બ્રાન્‍ડસમાંથી એક બની ગઈ

નવી દિલ્‍હી, તા.૧૨: અમેરિકી દવા નિર્માતા ઈલ્લી લાઈલીની વજર ઘટાડવાની દવા મૌનજારોએ ભારતમાં લોન્‍ચિંગના માત્ર ૪ મહિનામાં જ ૧૦૦ કરોડનું વેચાણ પ્રાપ્ત કરી લીધું છે. આ દવા ભારતમાં મૂલ્‍યના દ્રષ્ટિએ સૌથી ઝડપથી વેચાનારી પ્રિસ્‍ક્રિપ્‍શન બ્રાન્‍ડ્‍સમાંથી એક બની ગઈ છે.

ફાર્માટ્રેકના આંકડાઓ અનુસાર, જુલાઈમાં મૌનજારોનું વેચાણ ૪૭ કરોડ રૂપિયા રહ્યું, જે જૂનના મુકાબલે બમણું હતું. જો આ વધતી ઝડપ યથાવત રહે છે તો એક્‍સપર્ટનો અંદાજ છે કે, માર્ચ ૨૦૨૬ સુધી તેની આવક ૫૦૦ કરોડ રૂપિયાને પાર કરી શકે છે.

જો કે, આ ક્ષેત્રમાં વહેલી તકે કિંમતોમાં ઘટાડો આવી શકે છે, કારણ કે નોવો નોર્ડિસ્‍કની દવા વેગોવી, જે GLP1 મોલેકયૂલથી બને છે, તે જેનેરિક વર્ઝનમાં માર્કેટમાં આવવાની છે. વેગોવીએ જૂનમાં લોન્‍ચિંગ બાદ ૨ મહિનામાં ૧૦ કરોડ રૂપિયાનું વેચાણ નોંધાવ્‍યું છે.

ફાર્માટ્રેકના વાઈસ પ્રેસિડેન્‍ડ શીતલ સાપલેના અનુસાર, વેગોવી પાસે વર્તમાન રેસમાં મજબૂત પ્રિસ્‍ક્રાઈબર બેસ છે, પરંતુ મૌનજારો જેવી બજાર પકડ હાંસિલ કરવા માટે તેણે વધારે પ્રચારની જરૂર પડશે. મૌનજારોએ હજુ સુધી લગભગ ૧,૬૦,૦૦ યૂનિટ વેચ્‍યા છે, જ્‍યારે વેગોવીના ૫,૦૦૦ યૂનિટ જ વેચાયા છે.

મૌનજારોની એક મોટી વિશેષતા તેનું વજન ઘટાડવાની ક્ષમતા છે, જે ૨૦-૨૨ ટકા સુધી છે, જ્‍યારે વેગોવીની આ ક્ષમતા ૧૬-૧૮%ની આસપાસ છે. આ ઉપરાંત, મૌનજારોની કિંમત પણ વેગોવીના મુકાબલે ઓછી છે, જેનાથી તે દર્દીઓ માટે વધારો આકર્ષક સાબિત થઈ રહી છે.

વેગોવીની કિંમત દર મહિને રૂ. ૧૭,૩૪૫થી રૂ. ૨૬,૦૫૦ ની વચ્‍ચે છે જ્‍યારે મોન્‍જારોની કિંમત રૂ.૧૪,૦૦૦થી રૂ.૧૭,૫૦૦ ની વચ્‍ચે છે. જસલોક હોસ્‍પિટલ, મુંબઈના ડાયાબિટીસ અને એન્‍ડોક્રિનોલોજી કન્‍સલ્‍ટન્‍ટ વ્‍યંકટેશ શિવણેના જણાવ્‍યા અનુસાર, મોન્‍જારોએ તેના ઝડપી લોન્‍ચ અને વધુ સારી વજન ઘટાડવાની ક્ષમતાઓને કારણે મોટો બજાર હિસ્‍સો મેળવ્‍યો છે.

ડાયાબિટીસના દર્દીઓ મોટાભાગે વેગોવી પસંદ કરે છે જ્‍યારે ડાયાબિટીસ ન ધરાવતા મોટાપાથી પરેશાન દર્દીઓ મૌનજારો પસંદ કરે છે. આ ઉપરાંત, મૌનજારો માત્ર મોટાપાની સારવારમાં જ મદદરૂપ નથી, પરંતુ ટાઇપ-૨ ડાયાબિટીસમાં ગ્‍લાયકેમિક નિયંત્રણ સુધારવામાં પણ મદદરૂપ છે. બીજી બાજુ, વેગોવીનો ઉપયોગ મુખ્‍યત્‍વે મોટાપાની સારવાર ઉપરાંત મુખ્‍ય કાર્ડિયોવેસ્‍કયુલર જોખમ ઘટાડવા માટે થાય છે. (રર.૨૦)

(4:01 PM IST)