હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મહત્વના સમાચારો ઊડતી નજરે.... 4:33 PM

નવી દિલ્હી: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આજે ફરી એકવાર ચૂંટણી પંચ (ECI) પર ગંભીર આરોપો લગાવ્યા છે. તેમણે દાવો કર્યો છે કે દેશમાં ફક્ત એક જ નહીં, પરંતુ અનેક બેઠકોની મતદાર યાદીમાં મોટા પાયે ગડબડી ચાલી રહી છે. આ ગડબડી એક ચોક્કસ વ્યૂહરચનાના ભાગ રૂપે રાષ્ટ્રીય સ્તરે કરવામાં આવી રહી છે.
એક વ્યક્તિ, એક મત' પર હુમલો: રાહુલ ગાંધીએ કહ્યું કે, "ચૂંટણી પંચનું કર્તવ્ય 'એક વ્યક્તિ, એક મત'નો અમલ કરવાનો છે, જે આપણા સંવિધાનનો પાયો છે, પરંતુ તેણે આવું કર્યું નથી.
તેમણે દાવો કર્યો કે પહેલા આ ગડબડીના પુરાવા નહોતા, પરંતુ હવે તેમની પાસે તેના પુરાવા છે. તેમણે કહ્યું કે, "અમે આ મુદ્દો ઉઠાવતા રહીશું અને સંવિધાનની રક્ષા કરતા રહીશું."
બિહારની મતદાર યાદીમાં 124 વર્ષની 'ફર્સ્ટ ટાઈમ' વોટર તરીકે નોંધાયેલી મિન્તા દેવીના કિસ્સા અંગે પૂછવામાં આવતા રાહુલે કહ્યું કે આવા એક નહીં, પરંતુ અસંખ્ય કેસ છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે, "પિક્ચર અભી બાકી હૈ."
આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે કૉંગ્રેસ અને અન્ય વિરોધ પક્ષો મતદાર યાદીઓમાં ગેરરીતિઓના મુદ્દે ચૂંટણી પંચ વિરુદ્ધ સતત વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. રાહુલ ગાંધીના આ પ્રહારોએ આ મુદ્દાને વધુ ગંભીર બનાવ્યો છે અને રાજકીય માહોલ ગરમાવી દીધો છે.
હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મહત્વના સમાચારો ઊડતી નજરે.... 4:33 PM