<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 12th August 2025

દેશ સુરક્ષિત હાથોમાં : ઓપરેશન સિંદુર સફળ : કોંગ્રેસ દિશાહીન

સોનિયા ગાંધીના સૌથી વિશ્‍વાસુ અહેમદ પટેલના પુત્ર ફૈસલ પટેલે પીએમ મોદીના કર્યા ભરપુર વખાણ : મોંઘવારી - બેકારી અન્‍ય સમસ્‍યાઓ છે છતાં સરકાર સારૂ કામ કરી રહી છે : કોંગ્રેસે પક્ષ ચલાવવાવાળા લોકોને યોગ્‍ય સલાહ નથી મળતી

નવી દિલ્‍હી, તા.૧૨: કોંગ્રેસ પાર્ટીના બીજા એક નેતા વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીના ચાહક બની ગયા છે. ભૂતપૂર્વ કેન્‍દ્રીય મંત્રી અહેમદ પટેલના પુત્ર ફૈઝલે પીએમ મોદીની ખૂબ પ્રશંસા કરી છે. આ પણ મહત્‍વપૂર્ણ છે કારણ કે અહેમદ પટેલનું કોંગ્રેસ પાર્ટીમાં મોટું કદ હતું અને તેઓ સોનિયા ગાંધીના ખૂબ નજીકના માનવામાં આવતા હતા.  તેમને ભૂતપૂર્વ કોંગ્રેસ પ્રમુખના જમણા હાથ પણ કહેવામાં આવતા હતા. ફૈઝલ પહેલા, તેમની બહેને પણ ગયા વર્ષે આમ આદમી પાર્ટી સાથે જોડાણના મુદ્દા પર પાર્ટી સાથે મતભેદ વ્‍યક્‍ત કર્યા હતા. સોનિયા ગાંધીના સૌથી વિશ્વાસુ અહેમદ પટેલે વડાપ્રધાન મોદીના ભરપેટ વખાણ કર્યા. અને કહ્યું કે દેશ સુરક્ષિત હાથોમાં છે.  તેમણે કહ્યું કે કોંગ્રેસ પાર્ટી પોતાની દુનિયામાં છે અને તેને ખબર નથી કે કયાં શું થઈ રહ્યું છે. કોંગ્રેસ દિશાહીન થઈ રહ્યું છે. મોંઘવારી, બેકારી, અનેક સમસ્‍યાઓ છે છતાં સરકાર સારું કામ કરી રહી છે. તેમજ ઓપરેશન સિંદુરની સફળતાની પ્રશંસા કરી.

પીએમ મોદી અને તેમના નેતળત્‍વ વિશે પૂછવામાં આવેલા પ્રશ્‍નના જવાબમાં, ફૈઝલ પટેલે કહ્યું કે સરકાર ચલાવનારાઓ કરતાં વધુ સારું કોઈ હોઈ શકે નહીં. તેમણે સ્‍વીકાર્યું કે કેટલાક મુદ્દાઓ પર તેમના વિચારો કોંગ્રેસ પાર્ટીથી અલગ છે. ફૈઝલે ઓપરેશન સિંદૂર માટે પીએમ મોદીની પ્રશંસા કરી અને કહ્યું કે તેમણે દેશને એક મોટા સંકટમાંથી બહાર કાઢયો. તેમણે કહ્યું, લશ્‍કરી દળોએ ખૂબ સારું કામ કર્યું. પીએમ મોદીજીએ સારું નેતળત્‍વ આપીને દેશને એક મોટા સંકટમાંથી બહાર કાઢયો. આ એક મોટી વાત છે. મને મારા સૈનિકો, લશ્‍કરી દળો પર ગર્વ છે. ફૈઝલે સ્‍પષ્ટ કર્યું કે તેઓ થોડા સમયથી રાજકીય પ્રવળત્તિઓથી દૂર છે, પરંતુ કોંગ્રેસ પાર્ટીના સભ્‍ય છે.

ફૈઝલે વિદેશ મંત્રી જયશંકરની પણ પ્રશંસા કરી. તેમણે કહ્યું, હું જયશંકર જીનો ખૂબ આદર કરું છું. પીએમ મોદીએ જે રીતે નોકરિયાતોને નેતા બનાવ્‍યા અને તેમને મંત્રાલયની જવાબદારી સોંપી તે ખૂબ જ સારી છે. ફૈઝલે એવા સમયે પીએમ મોદી અને વિદેશ મંત્રી જયશંકરની પ્રશંસા કરી છે જ્‍યારે કોંગ્રેસ પાર્ટી ઓપરેશન સિંદૂર પછી યુદ્ધવિરામ અને યુએસ ટેરિફ અંગે વિદેશ નીતિના મોરચે સરકારને ઘેરવાનો પ્રયાસ કરી રહી છે.

ફૈઝલે પટેલે કહ્યું કે કોંગ્રેસ પાર્ટી પોતાની દુનિયામાં છે અને તેને ખબર નથી કે કયાં શું થઈ રહ્યું છે. જોકે, તેમણે રાહુલ ગાંધીની પ્રશંસા કરી અને કહ્યું કે તેઓ એક મહેનતુ અને બુદ્ધિશાળી નેતા છે. ફૈઝલે કહ્યું કે તેમને લાગે છે કે ટોચના નેતળત્‍વના સલાહકારો યોગ્‍ય નથી. તાજેતરમાં, એક ટીવી ઇન્‍ટરવ્‍યુ દરમિયાન, ફૈઝલે લોકસભા ચૂંટણી માટે ટિકિટ ન મળવા પર પોતાનો રોષ વ્‍યક્‍ત કર્યો હતો. તેમણે ખુલ્લેઆમ એ વાત પર અસંતોષ વ્‍યક્‍ત કર્યો હતો કે તેમના પિતાએ લાંબા સમય સુધી જે બેઠક પર નેતળત્‍વ કર્યું હતું તે આમ આદમી પાર્ટીને આપવામાં આવી હતી.

(4:07 PM IST)