હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ચૂંટણી પંચના 'વોટર રિવિઝન' પર સવાલ: બિહારમાં 124 વર્ષીય 'મિન્તા દેવી' કોણ છે? રાહુલ ગાંધીએ કહ્યું, "પિક્ચર અભી બાકી હૈ"
ચૂંટણી પંચની કામગીરી પર ગંભીર સવાલો : INDIA ગઠબંધન દ્વારા મુકાઈ રહેલા 'મત ચોરી'ના આરોપોને વધુ મજબૂત બનાવ્યા

નવી દિલ્હી: હાલમાં ચાલી રહેલા સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન (SIR) ના ડ્રાફ્ટ મતદાર યાદીમાં થયેલી ગેરરીતિઓએ રાજકીય માહોલ ગરમાવી દીધો છે. ખાસ કરીને, સિવાન જિલ્લાની રહેવાસી મિંતા દેવી નામની એક મહિલાનું નામ ચર્ચાનો વિષય બન્યું છે, જેમની ઉંમર મતદાર યાદીમાં 124 વર્ષ દર્શાવવામાં આવી છે અને તેમને 'ફર્સ્ટ ટાઈમ વોટર' ગણાવવામાં આવ્યા છે
મતદાર યાદી મુજબ, મિંતા દેવી બિહારના સિવાન જિલ્લાના દારૌંડા વિધાનસભા મતવિસ્તારના રહેવાસી છે. દસ્તાવેજો મુજબ, તેમની ઉંમર 124 વર્ષ છે અને તેમને પહેલીવાર મતદાર તરીકે નોંધવામાં આવ્યા છે.
જો આ માહિતી સાચી હોય, તો મિંતા દેવી માત્ર દેશના સૌથી વૃદ્ધ મતદાર જ નહીં, પરંતુ તાજેતરમાં અવસાન પામેલા જાપાનના 116 વર્ષીય ટોમીકો ઇટુકાનો રેકોર્ડ તોડીને વિશ્વના સૌથી વૃદ્ધ મહિલાનો ખિતાબ પણ મેળવી શકે છે.
INDIA ગઠબંધનના ઘણા સાંસદો, જેમાં પ્રિયંકા ગાંધી પણ સામેલ હતા, મિન્તા દેવીના નામવાળી ટી-શર્ટ પહેરીને સંસદ પરિસરમાં વિરોધ પ્રદર્શન કર્યું.
પત્રકારો સાથે વાત કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે, "અમે બંધારણનું રક્ષણ કરી રહ્યા છીએ. 'એક વ્યક્તિ, એક મત' બંધારણનો પાયો છે, અને તેને લાગુ કરવાની જવાબદારી ચૂંટણી પંચની છે, જે તેમણે પૂરી કરી નથી."
તેમણે મિંતા દેવીના કિસ્સાને એક ઉદાહરણ ગણાવીને કહ્યું કે આવા અનેક કિસ્સાઓ છે અને "પિક્ચર અભી બાકી હૈ".
આ ઘટના ચૂંટણી પંચની કામગીરી પર ગંભીર સવાલો ઊભા કરી રહી છે અને INDIA ગઠબંધન દ્વારા 'મત ચોરી'ના આરોપોને વધુ મજબૂત બનાવી રહી છે. ચૂંટણી પંચે આ મુદ્દે સ્પષ્ટતા કરવી જરૂરી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
