<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 12th August 2025

હરિયાણાના નુહમાં બે પક્ષો વચ્ચે હિંસક અથડામણ :અનેક લોકો ઘાયલ:વાહનોમાં તોડફોડ -આગચંપી

નૂહના ફિરોઝપુર ઝીર્કામાં બે પક્ષો વચ્ચે હિંસક અથડામણ બાદ અનેક પોલીસ સ્ટેશનોની પોલીસ તૈનાત કરાઈ

 હરિયાણાના નુહમાં બે પક્ષો વચ્ચે હિંસા ફાટી નીકળી હતી. બંને પક્ષોએ એકબીજા પર પથ્થરો, લાકડીઓ અને કાચની બોટલોથી હુમલો કર્યો હતો. બંને પક્ષો વચ્ચે થયેલી હિંસામાં ઘણા લોકો ઘાયલ થયા હતા. હિંસક અથડામણની જાણ થતાં જ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પરિસ્થિતિ કાબુ બહાર જતી જોઈને ઘણા પોલીસ સ્ટેશનની પોલીસ ઘટનાસ્થળે તૈનાત કરવામાં આવી છે. હાલમાં પોલીસે સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે અને વિસ્તારના દરેક ખૂણામાં પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે.

 

(9:02 PM IST)