હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Tuesday, 12th August 2025
ઇન્દોર-અમદાવાદ હાઈવે પર કઠલાલ બાયપાસ પાસે આઇસર ટ્રક અને રિક્ષા વચ્ચે અકસ્માત :બે લોકોના ઘટના સ્થળે મોત
આઈસર ટ્રકે સીએનજી રિક્ષાને ટક્કર મારતા અંદર બેઠેલા બે જણાના મોત થયા

ઇન્દોર-અમદાવાદ હાઈવે નજીક કઠલાલ બાયપાસ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો ચોભે જેમાં બે લોકોના મોત થયા છે. આઈસર ટ્રકે સીએનજી રિક્ષાને ટક્કર મારતા અંદર બેઠેલા બે જણાના મોત થયા છે.
મળતી વિગત મુજબ સેવાલિયાથી કઠલાલના મીનાવાડા દર્શન કરવા જઈ રહેલી સીએનજી રિક્ષાને ખોખરવાડા નજીક અકસ્માત થયો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે રિક્ષામાં સવાર બે લોકોએ ઘટનાસ્થળે જ જીવ ગુમાવ્યો હતો. અકસ્માતની જાણ થતાં જ કઠલાલ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે બંને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે કઠલાલની સરકારી હોસ્પિટલમાં ખસેડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
(11:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
