હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
હિમાચલ પ્રદેશમાં અનેક જિલ્લામાં ભારે વરસાદ માટે યલો એલર્ટ જાહેર: તેલંગાણામાં ક્યાંક ધીમીધારે તો ક્યાંક ધોધમાર વરસાદ
આસામમાં જનાલી નદીનું જળસ્તર વધતા કોકરાઝાર જિલ્લાનું ગોસાઈગાંવ પૂરની ઝપેટમાં : છત્તીસગઢમાં 6 જિલ્લાઓમાં વીજળી અને ગાજવીજ સાથે ભારે વરસાદની શકયતા : મધ્યપ્રદેશના 11 જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ

ઉત્તર ભારતના અનેક એવા વિસ્તાર છે જ્યા જાણે કુદરત રીતસરની રૂઠી હોય એવું લાગે છે. ક્યાંક ભૂસ્ખલન થઇ રહ્યું છે તો ક્યાંક વરસાદે એવી તારાજી સર્જી છે કે લોકો બોલી રહ્યાં છે ખમૈયા કરો મેહુલીયા. હિમાચલ પ્રદેશના ઘણા ભાગોમાં રાતોરાત ભારે વરસાદ પડ્યો. આના કારણે ઘણી જગ્યાએ ભૂસ્ખલન અને વૃક્ષો પડવાના બનાવો બન્યા. મંડીના જોગની મોર અને કૈંચી મોર નજીક ચંદીગઢ-મનાલી ફોર લેન રાતભર બંધ રહ્યો. આજે સવારે 8.30 વાગ્યે બંને સ્થળોએ રસ્તાને વન-વે શરુ કરવામાં આવ્યો છે.
કુલ્લુ જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયાથી હવામાન ખૂબ જ ખરાબ છે. જગ્યાએ જગ્યાએ ભૂસ્ખલનના અહેવાલો મળી રહ્યા છે. આવી સ્થિતિમાં કુલ્લુમાં 24 થી વધુ રસ્તાઓ બંધ થઈ ગયા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે ભૂસ્ખલન પછી, ચંદીગઢ-મનાલી રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 21, ઓલ્ડ હિન્દુસ્તાન-તિબેટ રોડ અને ઓટ-સૈંજ રોડ સહિત કુલ 496 રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા હતા. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર અનુસાર મંડી જિલ્લામાં 278 રસ્તાઓ અવરોધિત કરવામાં આવ્યા હતા, જ્યારે બાજુના કુલ્લુ જિલ્લામાં 118 રસ્તાઓ બંધ કરવામાં આવ્યાં છે.
હિમાચલ પ્રદેશમાં હવામાન વિભાગે 12 ઓગસ્ટના રોજ ઉના, બિલાસપુર, હમીરપુર, ચંબા અને કુલ્લુમાં ભારે વરસાદ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે, જ્યારે કાંગડા, મંડી અને સિરમૌરમાં ભારેથી અતિ ભારે વરસાદ માટે ઓરેન્જ અલર્ટ રહેશે. આ જિલ્લાઓમાં નદીઓ અને નાળાઓથી દૂર રહેવા અને ઢાળવાળા વિસ્તારોમાં સાવધાની રાખવાની સલાહ આપવામાં આવી છે. 13 અને 14 ઓગસ્ટના રોજ કાંગડા, કુલ્લુ, મંડી અને સિરમૌરમાં ભારેથી અતિ ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ આપ્યું છે. ઉના, બિલાસપુર, હમીરપુર, ચંબા, શિમલા અને સોલનમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 14 ઓગસ્ટના રોજ શિમલામાં ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી પણ આપવામાં આવી છે, જ્યારે 15 ઓગસ્ટના રોજ કુલ્લુ, શિમલા અને સિરમૌરમાં ઓરેંજ એલર્ટ જાહેર કરાયું છે.
જો તેલંગાણાની વાત કરવામાં આવે તો અહીં પણ સ્થિતિ વણસેલી છે. ક્યારેક ધીમી ધારે તો ક્યારેક ધોધમાર પણ અવિરત ભારે વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે લોકોને ઘરની બહાર નિકળવું મુશ્કેલ બન્યું છે. જ્યારે વરસાદે આસામના પણ હાલ બેહાલ કરી દીધા છે. આસામમાં જનાલી નદીનું જળસ્તર વધ્યું છે. જેના કારણે કોકરાઝાર જિલ્લાનું ગોસાઈગાંવ પૂરની ઝપેટમાં છે. રોડ પર જાણે નદીઓ વહી રહી હોય એવી સ્થિતિ સર્જાઇ છે. છત્તીસગઢના બસ્તર વિભાગના કેટલાક ભાગોમાં આજે 12 ઓગસ્ટથી 15 ઓગસ્ટ દરમિયાન ભારે વરસાદ પડી શકે છે. સુકમા, દાંતેવાડા, બીજાપુર, બસ્તર, કોંડાગાંવ અને નારાયણપુર આ 6 જિલ્લાઓમાં વીજળી અને ગાજવીજ સાથે ભારે વરસાદનું યલો એલર્ટ છે. તે જ સમયે, સુરગુજા, રાયપુર, દુર્ગ, બાલોદ, ધમતરી અને કાંકેર સહિત 9 જિલ્લાઓમાં ગાજવીજ સાથે વીજળી પડવાનું એલર્ટ આપવામાં આવ્યું છે. મંગળવારે જબલપુર સહિત મધ્યપ્રદેશના 11 જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. અહીં આગામી 24 કલાકમાં 4.5 ઇંચ સુધી વરસાદ પડી શકે છે. તેમજ, 13 ઓગસ્ટથી બંગાળની ખાડીમાંથી એક લો પ્રેશરનું ક્ષેત્ર એક્ટિવ થઈ રહ્યું છે. તેની અસર ભોપાલ, ઇન્દોર અને ઉજ્જૈન વિભાગોમાં પણ દેખાશે.
હવામાન વિભાગે 12 ઓગસ્ટના રોજ પંજાબમાં કોઈ એલર્ટ આપ્યું નથી, પરંતુ કેટલાક જિલ્લાઓમાં હળવો વરસાદ પડી શકે છે. અમૃતસર અને આસપાસના વિસ્તારોમાં સવારે હળવા વરસાદથી ગરમીથી રાહત મળી. હવામાન વિભાગનું કહેવું છે કે આગામી ત્રણ દિવસમાં રાજ્યમાં સારો વરસાદ થવાની શક્યતા છે અને વરસાદ સામાન્ય કરતાં વધુ હોઈ શકે છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
