News of Wednesday, 13th August 2025
જયા બચ્ચનઃ ‘સૌથી બગડેલી' અને પ્રિવિલેજ્ડ મહિલાઃ લોકો તેના ગુસ્સાને ફક્ત એટલા માટે સહન કરે છે કારણ કે તે અમિતાભ બચ્ચનની પત્ની છે
કંગના રનૌતે જયા બચ્ચન વિશે આ શું કહી દીધું?

નવી દિલ્હી તા.૧૩: કંગના રનૌતે તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક પોસ્ટ શૅર કરી છે. જેમાં તેણે અભિનેત્રી સાંસદ જયા બચ્ચનના વલણ પર નારાજગી વ્યક્ત કરી છે. કંગનાએ જયા બચ્ચનનો વાયરલ વીડિયો શૅર કર્યો અને લખ્યું, સૌથી બગડેલી અને પ્રિવિલેજ્ડ મહિલા.
જયા બચ્ચનનો એક વીડિયો વાયરલ થયો છે જેમાં તે એક યુવક પર પોતાનો ગુસ્સો વ્યક્ત કરતી જોવા મળી રહી છે. વાસ્તવમાં, યુવક પરવાનગી વિના જયા બચ્ચન સાથે સેલ્ફી લેવાનો પ્રયાસ કરે છે, જેના પર જયા બચ્ચન ગુસ્સામાં તે વ્યક્તિને ધક્કો મારતી જોવા મળે છે. અભિનેત્રી અને ભાજપ સાંસદ કંગના રનૌતે તેના આ વીડિયો પર પ્રતિક્રિયા આપી છે.
કંગના રનૌતે ઇન્સ્ટાગ્રામમાં જયા બચ્ચનના વલણ પર નારાજગી વ્યક્ત કરી છે. કંગનાએ જયા બચ્ચનનો વાયરલ વીડિયો શૅર કર્યો અને લખ્યું, સૌથી બગડેલી અને પ્રિવિલેજ્ડ મહિલા લોકો તેના ગુસ્સાને ફક્ત એટલા માટે સહન કરે છે કારણ કે તે અમિતાભ બચ્ચનની પત્ની છે. આ પ્રકારનું અપમાન શરમજનક છે
કંગનાએ જયા બચ્ચનને બહાનું બનાવીને વિરોધી પક્ષ પર પણ નિશાન સાધ્યું છે. તેણે તેની ઇન્સ્ટા સ્ટોરી પર જયા બચ્ચનનો એક વીડિયો શૅર કર્યો છે જેમાં તેણી સમાજવાદી પાર્ટીની લાલ ટોપી પહેરેલી જોવા મળે છે. કંગનાએ આગળ લખ્યું, તેના માથા પર સમાજવાદી ટોપી મુર્ગાની કલગી જેવી લાગે છે અને જયા પોતે લડાકુ મુર્ગી જેવી લાગે છે. ખૂબ જ શરમજનક
સંસદ ભવનના પરિસરમાં એક વ્યક્તિએ તેમની પરવાનગી વિના તેમની સાથે સેલ્ફી લેવાનો પ્રયાસ કર્યો ત્યારે સમાજવાદી પાર્ટીની સાંસદ જયા બચ્ચન ગુસ્સે થઈ ગઈ હતી. આ દરમિયાન જયા બચ્ચને તે વ્યક્તિને ઠપકો આપ્યો અને ધક્કો મારતા તેને દૂર ધકેલી દીધો.
કંગનાએ હાલમાં એક ઇન્ટરવ્યુમાં રાજકારણના ક્ષેત્રમાં પોતાના શરૂઆતના અનુભવો અને પડકારો વિશે વાત કરી છે અને કહ્યું છે કે ‘રાજકારણે મને બિલકુલ ખુશી આપી નથી. હું એની ટેવ પાડી રહી છું. હું એમ નહીં કહું કે મને રાજકારણમાં મજા આવી રહી છે. આ એક ખૂબ જ અલગ પ્રકારનું કામ છે, સમાજસેવા જેવું. આ મારું બૅકગ્રાઉન્ડ નથી. મેં કયારેય લોકોની સેવા કરવા વિશે વિચાર્યું નથી. મેં મહિલાના અધિકારો માટે લડત આપી છે, પરંતુ આ અલગ છે.(૩૮.૪)
(9:49 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
