હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
સુરેશ રૈનાની મુશ્કેલીઓ વધીઃ ઈડીએ દિલ્હી ઓફિસે બોલાવ્યો
મુંબઈથી આવેલી ઈડીની તપાસ ટીમે મુંબઈ, દિલ્હી-એનસીઆર, હૈદરાબાદ, જયપુર, મદુરાઈ અને સુરતમાં ૧૫ સ્થળોએ દરોડા પાડ્યા હતા

નવી દિલ્હી,તા.૧૩: ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ બેટ્સમેન સુરેશ રૈનાને બુધવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) દ્વારા દિલ્હી ઓફિસમાં હાજર થવા માટે સમન મોકલવામાં આવ્યું છે. આ સમન્સ ગેરકાયદે સટ્ટાબાજી પ્લેટફોર્મની તપાસના સંદર્ભમાં મોકલવામાં આવ્યું છે.
મુંબઈથી આવેલી ચ્ઝની તપાસ ટીમે મુંબઈ, દિલ્હી-એનસીઆર, હૈદરાબાદ, જયપુર, મદુરાઈ અને સુરતમાં ૧૫ સ્થળોએ દરોડા પાડ્યા હતા. આ દરોડા 'પારિમેચ' નામના સટ્ટાબાજી એપના પાછળના રેકેટની માહિતી મેળવવા માટે કરવામાં આવ્યા હતા. તપાસ મની લોન્ડરિગ રોકથામ અધિનિયમ (પીએમએલએ) હેઠળ શરૂ કરવામાં આવી છે, જે મુંબઈના સાયબર પોલીસ સ્ટેશન દ્વારા ૨૦૨૪માં નોંધાયેલા એક કેસ પર આધારિત છે.
પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે ઠગાયેલા પૈસા મ્યુલ એકાઉન્ટ્સમાં જમા કરવામાં આવ્યા. તેને અનેક પેમેન્ટ એગ્રીગેટર્સ અને મની ટ્રાન્સફર એજન્ટો દ્વારા ફેરવવામાં આવ્યા. આ રકમ રૂ.૨,૦૦૦ કરોડથી વધુ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ રકમને ક્રિપ્ટો વોલેટ્સ, તમિલનાડુના એક વિસ્તારમાં એટીએમમાંથી નાના રોકડ ઉપાડ અને ઓછા મૂલ્યના યુપીઆઈ ટ્રાન્સફર દ્વારા વાપરવામાં આવી.
આ એક ઑનલાઇન ગેમિગ અને સટ્ટાબાજી પ્લેટફોર્મ છે. આ ભારત જ નહીં પરંતુ અનેક અન્ય દેશોમાં પણ તેના ઓપરેશન્સ ચલાવે છે. સરકારે આ પ્રકારની કોઈપણ પ્રવૃત્તિને ગેરકાયદે જાહેર કરી છે. ભારતમાં ઓનલાઇન સટ્ટાબાજી અને ગેમિગ પર પ્રતિબંધ છે. ભારતીય ક્રિકેટર સુરેશ રૈના ૧હૃગ્ફૂદ્દ માટે પ્રચાર કરતા હતા. તેમના પર આરોપ છે કે તેમણે આ પ્લેટફોર્મને દેશમાં ગેરકાયદે રીતે પ્રોત્સાહન આપ્યું છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
