News of Wednesday, 13th August 2025
સુહાગરાત પર વરરાજો સૂઈ ગયોઃ રાતે ૧૨ વાગ્યે આંખ ખુલીઃ રૂમનો નજારો જોઈ પોક મૂકી રડવા લાગ્યો
લગ્નની પહેલી રાતે દુલ્હને વરરાજાને એવો ઝટકો આપ્યો કે તેની આખી જિદગી ખરાબ કરી નાખી

સંભલ,તા.૧૩: ઉત્તર પ્રદેશના સંભલમાં સુહાગરાત પર વરરાજો સૂઈ ગયો અને તેની આંખ રાતના ૧૨ વાગ્યે ખુલી. જ્યારે તે બેડ પરથી ઊઠ્યો તો પોક મુકીને રડતાં રડતાં રૂમમાંથી બહાર નીકળ્યો અને પરિવારને કહ્યું કે મારી દુલ્હન તો અંદર નથી. આ સાંભળી સૌ કોઈ ચોંકી ગયા.
સુહાગરાતની નાઇટ દુલ્હન ગાયબ નહીં પણ ભાગી ગઈ હતી. તે લૂંટેરી દુલ્હન હતી, જે લગ્નના ૨૪ કલાક બાદ ગાયબ થઈ ગઈ. એટલું જ નહીં તે પોતાની સાથે દાગીના અને રોકડ રકમ પણ લેતી ગઈ. આ ઘટના સંભલના બનિયાઠેર વિસ્તારના અશોકનગરનો હોવાનું કહેવાય છે. જ્યાં સુનીલ કુમાર નામના એક યુવકે પોલીસ સ્ટેશનમાં જઈને ફરિયાદ નોંધાવી કે આજથી ૧ મહિના પહેલાં નાના ભાઈ અરવિદના ધૂમધામથી લગ્ન કરાવ્યા, દુલ્હન નૈનીતાલની રહેવાસી હતી. દુલ્હનનું નામ રાધિકા હતું.
આ સંબંધ હલ્દ્વાનીમાં રહેતા મનોજ અને નૈનીતાલના લક્કી નામના બે લોકોએ નક્કી કરાવ્યો હતો. વરરાજાના પરિવારે આ બંને પાસેથી ૧ લાખ ૨૦ હજાર રૂપિયા માગ્યા અને કહ્યું કે, દુલ્હનની માની તબિયત ખરાબ છે, ફટાફટ લગ્ન કરવા પડશે. લગ્નમાં છોકરીની ભાભી પૂજા પણ હતી. લગ્ન બાદ રાધિકાની વિદાય કરીને તેને અશોકનગર અરવિદના ઘરે લઈ આવ્યા. તો વળી લગ્નના બીજા જ દિવસે, ૧૨ જૂલાઈની અડધી રાતે રાધિકા ઘરેથી સોના-ચાંદીના દાગીના અને ૨૪ હજાર રૂપિયા રોકડા લઈને ભાગી ગઈ.
પોલીસે ફરિયાદના આધારે દુલ્હન રાધિકા, મનોજ, લક્કી, પૂજા, અક્ષય સહિત કુલ ૬ લોકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધી છે. આ મામલે તપાસ થઈ રહી છે.
(10:13 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
