<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 13th August 2025

પૂ. નમ્રમુનિ મ.સા.ના દર્શન કરતા મહારાષ્‍ટ્રના નાયબ મુખ્‍યમંત્રી એકનાથ શિંદે

પૂ.પરમ ગુરૂદેવે દિલ્‍હીમાંથી પ લાખ શ્વાનોને બહાર ખસેડવાના હુકમ અંગે ચિંતા વ્‍યકત કરી

રાજકોટ, તા., ૧૩: ગિરનાર પારસધામના આંગણે મહારાષ્‍ટ્રના ડેપ્‍યુટી ચીફ મિનિસ્‍ટર  એકનાથ શિંદે રાષ્‍ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના દર્શનાર્થે પધારતા તેમના આશીર્વાદ પ્રાપ્ત કરી કળતકળત્‍ય બન્‍યા હતા. એકનાથ શિંદેના હસ્‍તે પારસધામમાં નવસર્જિત અદભૂત એવા ઇમોશનલ વેવ વિશાળ એક્‍સિબિશનનું ઉદઘાટન કરાયું હતું.

 એક્‍સિબિશનને નિહાળી પ્રભાવિત થયેલા એકનાથ શિંદે એ જણાવ્‍યું કે, આ એક્‍સિબિશન જોઈને પોતાના ક્રોધ, અહંકાર, આદિ અવગુણો પર નિયંત્રણ કેવી રીતે મેળવવું અને મારા વિચારો, શબ્‍દો અને વર્તનમાં શુદ્ધતા લાવવા શું કરવું તે શીખવે છે. આ એક્‍સિબિશનમાં આવનાર દરેક વ્‍યક્‍તિ જીવનને સમળદ્ધ બનાવતી દૃષ્ટિ લઈને જશે અને લાખો લોકોના જીવનમાં સકારાત્‍મકતા લાવીને વ્‍યક્‍તિ, સમાજ અને રાષ્‍ટ્રના સ્‍તરે પરિવર્તન લાવવાની ક્ષમતા આમાં રહેલી છે.

ઉપરાંત એકનાથજી શિંદેએ રાષ્‍ટ્રસંત નમ્રમુનિ મહારાજના શ્રીમુખેથી મંત્ર સાધનાની ઉર્જાનો શ્રેષ્ઠ અનુભવ કર્યા બાદ ગુરુદેવ સાથે ધર્મવિજ્ઞાન, સાધના અને વર્તમાન રાજકીય પરિસ્‍થિતિ પર લગભગ બે કલાક સુધી વિશદ ચર્ચા કરી. ચર્ચા દરમ્‍યાન, ગુરુદેવએ દિલ્‍હીમાં સુપ્રીમ કોર્ટના તાજેતરના આદેશનો ઉલ્લેખ કર્યો જેમાં ૫ લાખથી વધુ કુતરાઓને દિલ્‍હી બહાર ખસેડવાનો હુકમ આપવામાં આવ્‍યો છે, આ વાત પર ગુરુદેવએ ચિંતા વ્‍યક્‍ત કરી કે, આવો કિસ્‍સો કયારેક મુંબઈ અને મહારાષ્‍ટ્રના ગામોમાં પણ બની શકે છે. તેથી કુતરાઓની રક્ષા પણ થાય અને મનુષ્‍યને પણ તેનાથી તકલીફ ન થાય તે માટે સમયસર સાવધાનીપૂર્ણ પગલાં લેવા જરૂરી છે. આ અંતર્ગત શ્રી વિનમ્રમુનિ મહારાજ સાહેબએ વિનંતીપત્ર  એકનાથ શિંદેને અર્પણ કર્યો હતો. 

આ અવસરે ખેતી બેંકના ચેરમેન  ડોલરભાઈ કોટેચાએ તેમનું સ્‍વાગત કર્યું હતું અને પારસધામના પ્રમુખ વજુભાઈ દામાણીએ સન્‍માન અર્પણ કર્યું, આ અવસરે પારસધામમાં ખાસ પધારેલા ઇન્‍દ્રભારતી બાપુએ  એકનાથ શિંદે સાથેના એમના ૪૫ વર્ષ જૂના પરિચયને યાદ કરાવ્‍યો હતો.  એકનાથ શિંદેએ, સમગ્ર ચાતુર્માસનો લાભ લેનાર  સંજયભાઈ શેઠને શાલ ઓઢાડી તેમની અનુમોદના કરી હતી.

આ પ્રસંગે યતીનભાઈ કોટેચા,  દિલેશભાઈ ભાયાણી, ઋષભભાઈ શેઠ,  સુજલભાઈ દોશી સહિત પારસધામ ગિરનારની કમિટીએ પ્રકળતિધામના આંગણે હેલિકોપ્‍ટર દ્વારા પધારતા એકનાથ શિંદેનું ભવ્‍ય સ્‍વાગત કર્યું, પારસધામથી માત્ર બે મિનિટના અંતરે આવેલા હેલિપેડ પરથી તેઓ સીધા ગુરુદેવના દર્શનાર્થે પહોંચ્‍યા અને બાદમાં કાશ્‍મીર માટે વિદાય લીધી હતી.

(11:40 AM IST)