હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
જયપુરના હાથીગાંવના ૧૫ હાથીઓએ ૬૨ લાખ રૂપિયાનાં ઘરેણાં પહેરીને ફેશન-શોમાં રેમ્પ-વોક કર્યુ
હાથીઓને સજાવવા માટે હાથથી વણેલી અને ગૂંથેલી પરંપરાગત ઝૂલો ગામલોકોએ પોતે બનાવી હતી. આ ભરતકામમાં સિંહ, હરણ, મોર જેવાં પ્રાણીઓનાં ચિત્રોનું ગૂંથણ કર્યુ હતું

જયપુર તા.૧૩: ગઈ કાલે વિશ્વ હાથી દિવસ નિમિત્તે જયપુર પાસે આવેલા હાથીગાંવમાં એક અનોખો ફૅશન-શો યોજાયો હતો. એમાં હાથીગામમાં રહેતા ૧૫ હાથીઓને પરંપરાગત પોશાક પહેરાવીને ૫૦ મીટર લાંબા રેમ્પ પર વૉક કરાવ્યું હતું. હાથીઓને સજાવવા માટે હાથથી વણેલી અને ગૂંથેલી પરંપરાગત ઝૂલો ગામલોકોએ પોતે બનાવી હતી. આ ભરતકામમાં સિંહ, હરણ, મોર જેવાં પ્રાણીઓનાં ચિત્રોનું ગૂંથણ કર્યું હતું.
સામાન્ય રીતે હાથીઓને સજાવવા માટે હર્બલ રંગનો ઉપયોગ થતો આવ્યો છે, પરંતુ છેલ્લાં કેટલાંક વર્ષોથી દર વર્ષે હાથી દિવસ નિમિત્તે થતા ફૅશન-શોમાં ચાંદીના દાગીનાનો ઉપયોગ થવા લાગ્યો છે. આ ઘરેણાં જયપુરના રાજઘરાનાના હાથીઓ પહેરતા હતા જે આ ગામના હાથીઓને ગિફ્ટ મળ્યાં છે.
હાથીઓના ગળામાં કંઠા, માથે પહેરવાની જાજરમાન શ્રી, પાયલ, કાનમાં પહેરવાના કનગોજા અને પૂંછડીએ પહેરવાની ઘૂમચી જેવાં ઘરેણાં હોય છે. આ ઘરેણાં લગભગ ૬૪ કિલો ચાંદીનાં છે જેની કિંમત હવે લાખો રૂપિયામાં છે. આ ઍન્ટિક અને રાજપરિવારનાં ઘરેણાં હોવાથી એની કિંમત અમૂલ્ય છે. ફૅશન-શોમાં હાથીઓએ રૅમ્પ-વૉક કરીને સાથે જ ભોજન કર્યું હતું. જયપુરના આ હાથીગાંવમાં હવે માત્ર ૭૫ હાથીઓ જ બચ્યા છે. પાંચ વર્ષ પહેલાં આ સંખ્યા ૧૦૦ જેટલી હતી. આ એવું ગામ છે જ્યાં દરેક હાથીને રહેવા માટે એક અલાયદું ઘર છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
