<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 13th August 2025

મોસ્ટ વોન્ટેડ 'સલીમ પિસ્તોલ' આખરે ભારત-નેપાળ બોર્ડર પરથી ઝડપાયો! પાકિસ્તાન સાથે કનેક્શનની તપાસ

સલીમ પિસ્તોલ 2018થી ફરાર હતો અને એમ મનાય છે કે તે ત્યારથી જ પાકિસ્તાનથી આધુનિક હથિયારો, ખાસ કરીને જીગાના પિસ્તોલ, ભારતમાં સપ્લાય કરી રહ્યો હતો.

13 ઓગસ્ટ, 2025: લાંબા સમયથી સુરક્ષા એજન્સીઓ માટે માથાનો દુખાવો બનેલો, દેશનો મોસ્ટ વોન્ટેડ હથિયાર સપ્લાયર શેખ સલીમ ઉર્ફે સલીમ પિસ્તોલ આખરે દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલના હાથે ઝડપાઈ ગયો છે. તેને ભારત-નેપાળ બોર્ડર પરથી 9 ઓગસ્ટના રોજ પકડીને દિલ્હી લાવવામાં આવ્યો છે. તેના નામ સાથે 'પિસ્તોલ' શબ્દ ખાલી નથી જોડાયો, તે ગેરકાયદેસર હથિયારોનો મોટો વેપારી છે, જેના કનેક્શન પાકિસ્તાન સાથે પણ હોવાની શંકા છે.
  
સલીમ પિસ્તોલ 2018થી ફરાર હતો અને માનવામાં આવે છે કે તે ત્યારથી જ પાકિસ્તાનથી આધુનિક હથિયારો, ખાસ કરીને જીગાના પિસ્તોલ, ભારતમાં સપ્લાય કરી રહ્યો હતો. તે ભારતમાં ગેંગસ્ટર્સને જીગાના પિસ્તોલ સપ્લાય કરનાર પહેલો વ્યક્તિ છે.

દિલ્હી પોલીસ તેની પૂછપરછ કરી રહી છે અને તેના પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI સાથેના સંબંધોની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. પોલીસ એ પણ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે તે કઈ રીતે ડી-કંપનીને મદદ કરી રહ્યો હતો અને ભારતમાં થયેલી કેટલીક મોટી હત્યાઓમાં તેની શું ભૂમિકા હતી.
  
સલીમ પિસ્તોલ મૂળ દિલ્હીના સલીમપુરનો રહેવાસી છે. તે અનેક વર્ષોથી ભારતમાં ગેરકાયદેસર હથિયારોની દાણચોરીનું મોટું નેટવર્ક ચલાવી રહ્યો હતો. તેની ધરપકડથી દેશના ગુનાહિત જગતને મોટો ફટકો પડ્યો છે. પોલીસને આશા છે કે તેની પૂછપરછથી વધુ ગુનેગારો અને હથિયાર સપ્લાયરોના રહસ્યો બહાર આવશે.

આ ધરપકડ એ સુરક્ષા એજન્સીઓ માટે એક મોટી સફળતા છે, કારણ કે આ ગુનેગાર દેશમાં ગેરકાયદેસર હથિયારોના વેપારનું મુખ્ય કેન્દ્રબિંદુ હતો. તેની ધરપકડથી દેશની આંતરિક સુરક્ષાને વધુ મજબૂત બનાવવામાં મદદ મળશે.

 

(6:57 PM IST)