હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
DRIની મોટી કાર્યવાહી :પાકિસ્તાની ગેરકાયદેસર આયાતનો પર્દાફાશ : 12.04 કરોડનો મુ્દ્દામાલ જપ્ત
ઓપરેશન ડીપ મેનિફેસ્ટ હેઠળ DRIએ 12.04 કરોડ રૂપિયાનો પાકિસ્તાની મુદ્દામાલ જપ્ત કર્યો

પાકિસ્તાનથી ગેરકાયદેસર આયાત કરાયેલા માલનો સામનો કરવા માટે સરકારે DRI વિભાગની રચના કરી હતી. હવે વિભાગે કાર્યવાહી કરીને ૧૨.૦૪ કરોડ રૂપિયાનો ગેરકાયદેસર રીતે આયાત કરાયેલો પાકિસ્તાની માલ જપ્ત કર્યો છે. ઓપરેશન ડીપ મેનિફેસ્ટ હેઠળ DRIએ 12.04 કરોડ રૂપિયાનો પાકિસ્તાની મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કાર્યવાહી ત્રીજા દેશ દ્વારા ગેરકાયદેસર રીતે આવતા પાકિસ્તાની માલ સામાન સામે કરવામાં આવી હતી.
કેન્દ્રીય નાણા મંત્રાલયે સોમવારે (11 ઓગસ્ટ, 2025) સંસદમાં આ માહિતી આપી હતી.ભાજપના સાંસદો દ્વારા પૂછાયેલા પ્રશ્નોના લેખિત જવાબ આપતાં નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ જણાવ્યું હતું કે, 'ઓપરેશન ડીપ મેનિફેસ્ટ હેઠળ, જુલાઈ 2025 સુધી પાકિસ્તાની માલ સંબંધિત કુલ 5 કેસ નોંધાયા છે, જેમાં 1,204 લાખ રૂપિયાનો માલ જપ્ત કરવામાં આવ્યો છે.'
પંકજ ચૌધરીએ કહ્યું કે તમામ 5 કેસોમાં, માલ સંયુક્ત આરબ અમીરાત (UAE) દ્વારા ગુપ્ત માર્ગો દ્વારા ભારતમાં આયાત કરવામાં આવી રહ્યો હતો. પહેલગામ આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાની માલની આયાત પર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યા પછી, પાકિસ્તાની માલની ગેરકાયદેસર આયાતને રોકવા માટે ઓપરેશન DRI શરૂ કરવામાં આવ્યું હતું . પંકજ ચૌધરીએ વધુમાં જણાવ્યું હતું કે, 'કસ્ટમ અધિકારીઓએ ૧૨ લાખ રૂપિયાની ગેરકાયદેસર આયાતના ૧૩ કેસ પણ શોધી કાઢ્યા છે. આ કિસ્સાઓમાં, આયાત DGFT દ્વારા લાદવામાં આવેલા નિયંત્રણો સહિત નિયમોનું ઉલ્લંઘન કરતી હોવાનું જાણવા મળ્યું છે.'
અગાઉ 26 જૂને, 9 કરોડ રૂપિયાની કિંમતના 1,115 મેટ્રિક ટન માલ વહન કરતા 39 કન્ટેનર જપ્ત કરવામાં આવ્યા હોવાના અહેવાલ હતા અને આયાત કરનાર કંપનીના એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી. તપાસમાં જાણવા મળ્યું છે કે માલ પહેલા પાકિસ્તાનથી દુબઈ જહાજ પર કન્ટેનરમાં લઈ જવામાં આવ્યો હતો. ત્યાંથી, તેને ભારત જતા અન્ય કન્ટેનર જહાજોમાં લોડ કરવામાં આવતું હતું. તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે પાકિસ્તાનના કરાચી બંદર અને દુબઈના જેબેલ અલી બંદરથી ભારતીય બંદરો દ્વારા કાર્ગો પરિવહન કરવામાં આવે છે









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
