<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 14th August 2025

લોકમેળામાં શનિવારે રમેશ વ્‍યાસનો લોકડાયરોઃ રવિવારે લોકગીતોની રમઝટ

 

રાજકોટ તા. ૧૪ :.. રેસકોર્સ મેદાન ખાતે યોજાયેલ લોકોમેળામાં તા. ૧૬ ના શનિવારે સાંજે ૪ થી ૬ દરમિયાન લોકસાહીત્‍યકાર રમેશભાઇ વ્‍યાસ દ્વારા ભવ્‍ય લોકડાયરો રજુ કરાશે.

જેમાં મૌલિકભાઇ વ્‍યાસ લોકગીતો, ઋતુ ગીતો, છંદ, સયાખરા અને દુહાની રમઝટ બોલાવશે. સમગ્ર કાર્યક્રમનું સંચાલન લોકસાહિત્‍યકાર રમેશભાઇ વ્‍યાસ કરશે. જયારે તા. ૧૭ ના રવિવારે લોકમેળામાં સાંજે ૩-૩૦ થી પ દરમિયાન મધુરમ સંગીત કલાસનાં ૧૧ થી ર૦ વર્ષનાં વિદ્યાર્થીઓ લોકગીત, દુહા, છંદ સયાખરા રજૂ કરી કાઠીયાવાડી લોકસાંસ્‍કૃતિ રેલાવશે. આ કાર્યક્રમને માણવા રાજકોટની કલાપ્રિય કદરદાન જનતાને જાહેર આમંત્રણ આપવામાં આવેલ છે. (પ-રર)

 

વિજ્ઞાન ભૈરવ તંત્ર- ૧૧૨ ધ્‍યાનની વિધીઓ૯૨

જીવનના ઉથલ-પાથલથી શાંત રહેવાની શકિતશાળી ધ્‍યાન વિધીઓ

     આપ ધ્‍યાન અને ઓશો સાહિત્‍ય માટે આમંત્રીત છો. ધ્‍યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્‍યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્‍યા ધ્‍યાન થાય છે. છેલ્‍લા ૩૯ વર્ષોથી ધ્‍યાન, ઓશો સાહિત્‍ય -સન્‍યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્‍યાન મંદિર. 

  સ્‍થળઃ

ઓશો સત્‍ય પ્રકાશ ધ્‍યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્‍વામી સત્‍ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

વિધિ- ૯૨:‘‘ચિત્તને એવી અવ્‍યાખ્‍ય સૂક્ષ્મતામાં પોતાના マદય ઉપર, નીચે અને ભીતર રાખો''

આ સૂત્ર કહે છે કે マદયના કેન્‍દ્ર ઉપર પાછા  ફરો. વસ્‍તુઓને અનુભવવાનું શરૂ કરો જો તમે અનુભવ કરવાનું  શરૂ   કરો તો અદભૂત  અનુભવ થશે. જે કાંઇ તમે કરો તો  પોતાનો  થોડો વખત અને થોડી ઉર્જા ભાવને આપો. તમે અહિં બેઠા છો, તમે મને સાંભળી રહ્યો છો. પરંતુ તે સોચ-વિચારનો ભાગ હશે. જો તમે મારી હાજરીને મહેસુસ કરી શકો તો પરિભાષાઓ ખોવાઇ જાય છે. ત્‍યારે વાસ્‍તવમાં જો તમે ભાવની સમ્‍પક સ્‍થિતિમાં પહોંચી જાઓ તો ખબર રહેતી નથી કે કોણ બોલી રહ્યું છે. અને કોણ સાંભળી રહ્યું છે.

 ત્‍યારે વકતા શ્રોતા બની જાય છે.અને શ્રોતા વકતા બની જાય છે. ત્‍યારે વાસ્‍તવમાં તેઓ બે નથી રહેતા પણ એક જ ઘટના ના બે ધ્રુવો બની જાય છે. જુદા જુદા. વાસ્‍તવિક વસ્‍તુ તો બંનેની મધ્‍યમાં છે કે જીવન છે, પ્રવાહ છે જયારે પણ તમે અનુભવ કરો છો તો તમારા અહંકાર સિવાય બીજું કશુંક મહત્‍વપૂર્ણ થઇ જાય છે. વિષય અને વિષયી બંને પોતાની પરિભાષાઓ ખોઇ નાખે છે. એક પ્રવાહ, એક તરંગ બચે છે. એક બાજુ વકતા અને બીજી બાજુે શ્રોતા પરંતુ મધ્‍યમાં જીવનની ધારા.

- રજનીશના પ્રણામ

સંકલન-તથા ભાષાંતર

સ્‍વામી સત્‍યપ્રકાશજી

મો.૯૪ર૭ર પ૪ર૭૬

(2:56 PM IST)