<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 14th August 2025

યુવકને પેટમાં દુખતું હતું, રિપોર્ટમાં આવ્‍યું હતું કે ભાઈ પ્રેગ્નન્‍ટ છે

યુવકના પેટના દુખાવાએ મેડિકલ જગતને ઊંચુંનીચું કરી નાખ્‍યું સોનોગ્રાફી કરનારા ડોક્‍ટરે માફી માગી લેતાં વાત થાળે પડી ગઈ

અલીગંજઃ તા. ૧૪,ઉત્તર પ્રદેશના અલીગંજમાં બાવીસ વર્ષના દર્શન નામના એક યુવકના પેટના દુખાવાએ મેડિકલ જગતને ઊંચુંનીચું કરી નાખ્‍યું છે. સિમેન્‍ટ ફેક્‍ટરીમાં કામ કરતા દર્શનને પેટમાં દુખાવો થતો હતો. દ્યણા વખતથી પીડા શમાવવા માટેની દવાઓ લઈને કંટાળ્‍યા પછી તે ડોક્‍ટરને બતાવવા ગયો. અલીગઢની સનરાઇઝ હોસ્‍પિટલમાં બતાવ્‍યું તો ડોક્‍ટરોએ સોનોગ્રાફી કરાવવાનું કહ્યું. સોનોગ્રાફી કરાવીને એનો રિપોર્ટ લઈને તે ડોક્‍ટરો પાસે ગયો તો ડોક્‍ટરની પણ આંખો ચાર થઈ ગઈ. રિપોર્ટમાં લખ્‍યું હતું કે તે પ્રેગ્નન્‍ટ છે. એટલું જ નહીં, આ ગર્ભ તેની ફેલોપિયન ટ્‍યુબમાં ચોંટી ગયો છે અને કિડનીની નળીઓમાં સોજો આવી ગયો છે એની વિગતો પણ હતી.

સવાલ એ થયો કે પુરુષના શરીરમાં ગર્ભાશય કે ગર્ભાશય સાથે જોડાયેલી ફેલોપિયન ટ્‍યુબ કઈ રીતે આવેલી હોય? આ રિપોર્ટ જોઈને ડોક્‍ટરને પહેલાં તો થયું કે શું પેશન્‍ટના શરીરમાંસ્ત્રીઓના આંતરિક અવયવો છે કે શું?

જોકે જયાં સોનોગ્રાફી કરાવવામાં આવી ત્‍યાંના ડોક્‍ટરનું આ બાબતે ધ્‍યાન દોરવામાં આવ્‍યું તો તેમણે તપાસ કરીને કબૂલ્‍યું કે રિપોર્ટ બનાવનારની ભૂલ છે, પુરુષ દરદીના શરીરમાં કોઈ ગર્ભ નથી. જોકે જયાં સુધી આ ખુલાસો થયો ત્‍યાં સુધીમાં તો દર્શનભાઈની હાલત ખરાબ થઈ ચૂકેલી. માનસિક તાણ અને અસમંજસને કારણે તે સુન્ન પડી ગયેલો. આ દ્યટનાની ચર્ચા ચોમેર થતાં તેને સોશ્‍યલી પણ ટોણા સહન કરવા પડ્‍યા. જોકે હવે સોનોગ્રાફી કરનારા ડોક્‍ટરે માફી માગી લેતાં વાત થાળે પડી ગઈ છે

(2:51 PM IST)