<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 14th August 2025

કાગવડ ગામે રેલવે ફાટકના બ્રિજ નીચે, ઈંગ્લીશ દારૂના કટીંગ દરમ્યાન દરોડો .રૂ.૧,૨૧,૨૯,૬૦૦ના ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપી લેતી વિરપુર(જલારામ) પોલીસ

ગેસના ટેન્કરમાંથી દારૂ કાઢી બાજુમાં પડેલ વાહનોમાં સગેવગે કરતા હતા ત્યારે પોલીસ પહોંચી : દારૂનું કટિંગ કરતા શખ્શો ભાગી ગયા : કુલ 1.69 કરોડનો મુદામાલ કાબજે

રાજકોટ રેન્જના પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવની સુચના તથા પોલીસ અધિક્ષક હિમકર સિંહ રાજકોટ ગ્રામ્ય, રાજકોટ તથા નાયબ પોલીસ અધિક્ષક આર.એ. ડોડીયા જેતપુર વિભાગ નાઓએ પ્રોહીબીશન તથા જુગારની પ્રવૃતી સદંતર નેસ્ત-નાબુદ કરવા "Zero Tolerance to Prohibition & Gambling ની નીતી મુજબ આવી પ્રવૃતીઓ નેસ્ત-નાબુદ કરવા સુચના આપેલ હોય. જે અંગે  પોલીસ ઇન્સ્પેક્ટર એસ.જી. રાઠોડ સીધા માર્ગદર્શન હેઠળ વિરપુર (જલારામ) પોલીસ સ્ટેશનની ટીમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ના.રા. પેટ્રોલીંગમાં હતાં 

  દરમ્યાન સ્ટાફ ના માણસોને સંયુક્ત રાહે ખાનગી હકીકત મળેલ કે, કાગવડ ગામ રેલવે ફાટક ના બ્રિજ નીચે અમુક ઈસમો ઈંગ્લીશ દારૂનું કટીંગ કરે છે. જેથી હકિકત વાળી જગ્યાએ તુરંત રેઈડ કરતા અમુક શખ્શો ઈંગ્લીશ દારુ ગેસ ના ટેન્કર માંથી કાઢી બાજુમાં પડેલ વાહનોમાં ભરી સગે-વગે કરતાં હોય તે દરમ્યાન રેઈડ કરતાં સદરહુ દારૂનું કટીંગ કરતાં શખ્શો અંધારાનો લાભ લઈ નાસી ગયેલ હોય જેથી મળી આવેલ દારૂના જથ્થાનો આરોપીઓ બનાવવળી જગ્યાએ મૂકી ને નાસી ગયેલ હોવાથી આરોપીઓ વિરુદ્ધ વિરપુર પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનનો ગણનાપાત્ર કેસ કરી ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે.

 

ROYAL CHALLENGE PREMIUM GOLD WHISKY 75 PROOF 42.8% V.V. FOR SELL SELL IN UTTARAKHAND ONLY બોટલ નંગ ૫,૩૦૪ (પેટી નંગ ૪૪૨) કી.રૂ. ૬૮,૯૪,૦૦૦/-
ROYAL STAGE SEAGRAM'S CLASSIC WHISKY FOR SELL SELL IN UTTARAKHAND
ONLY બોટલ નંગ ૨૮૮૦ (પેટી નંગ ૨૪૦) કી.રૂ. ૩૭,૪૪,૦૦0/-
ALL SEASONS RARE COLLECTION RESERVE WHISKY FOR SELL IN UTTARAKHAND ONLY બોટલ (ચપલા) નંગ ૪૮ (પેટી નંગ ૦૧) કી.રૂ. ૧૨,૦00/-
ALL SEASONS RARE COLLECTION RESERVE WHISKY FOR SELL IN UTTARAKHAND ONLY બોટલ નંગ ૧૦૫૬ (પેટી નંગ ૮૮) કી.રૂ. ૧૪,૭૮,૪૦૦/-
* बोलेरो पीडअप वाहन २४. नं. GJ-13-AW-3441
બોલેરો મેક્સ પીકઅપ વાહન રજી. નં. GJ-13-AX-0917
+ બોલેરો પીકઅપ FB લખેલ વાહન જેના રજી. નં. GJ.25. U-6146
અશોક લેલન કંપનીનું બડાદોસ્ત વાહન જેના રજી. નં. GJ-03-BY-5539
અશોક લેલન કંપનીનો બાર વ્હીલ વાળો ટક જેના રજી. નંબર MP-09-DF-7701
કુલ મુદ્દામાલની કીં.રૂા. ૧,૬૭,૨૯,૬૦૦/-
- કામગીરી કરનાર અધિકારી/કર્મચારીમાં PI  એસ.જી. રાઠોડ , UHC ધર્મેન્દ્રભાઈ ચાવડા UHC વિજયભાઈ ગોહેલ UIIC જિગ્નેશભાઈ ચૌહાણ UHC નિશાંતભાઈ પરમાર UHC કૌશિકભાઈ ચાચાપરા ડ્રI.ASI જગદિશભાઈ વાઘમશી જોડાયા હતા 

(7:36 PM IST)