News of Thursday, 14th August 2025
ઝાઁસી: બહાદુર મહિલાએ બે લૂંટારુઓને ફિલ્મી સ્ટાઈલમાં પીછો કરી પકડી પાડ્યા: લોકો બે મોઢે વખાણ કરી રહ્યા છે
લૂંટના ઈરાદે આવેલા બે બદમાશોને જાતે જ પકડી પાડ્યા અને પોલીસને હવાલે કર્યા.

ઝાઁસી : ઉત્તર પ્રદેશના ઝાંસીમાં એક મહિલાએ બહાદુરીનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેણે લૂંટના ઈરાદે આવેલા બે બદમાશોને જાતે જ પકડી પાડ્યા અને પોલીસને હવાલે કર્યા.
આ ઘટના ગત રવિવારે સાંજે બની હતી જ્યારે મહિલા ઘરની બહાર ઊભી હતી. આ દરમિયાન બાઇક પર આવેલા બે લૂંટારુઓએ તેના ગળામાંથી સોનાની ચેઇન ખેંચવાનો પ્રયાસ કર્યો. પરંતુ મહિલાએ હિંમત ન હારી અને લૂંટારુઓનો પીછો કર્યો.
આ ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ ગઈ છે. જેમાં જોવા મળે છે કે મહિલાએ એક લૂંટારાને વાળથી પકડીને જમીન પર પાડી દીધો હતો. લૂંટારાએ જ્યારે તેને ગોળી મારવાની ધમકી આપી ત્યારે મહિલાએ તેના હાથમાંથી તમંચો છીનવી લીધો અને તેને ફડાકાવાળી કરવા લાગી હતી.
આ દરમિયાન લોકો એકઠા થઈ ગયા અને બંને લૂંટારુઓને પકડી પોલીસને સોંપ્યા. પોલીસે આ ઘટનાની જાણકારી આપતા જણાવ્યું કે બંને આરોપીઓ વિરુદ્ધ કેસ નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ બહાદુર મહિલાના વખાણ આખા શહેરમાં થઈ રહ્યા છે.
(10:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
