<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 14th August 2025

સોના-ચાંદીમાં નવેસરથી ધૂંટાતી તેજી : ભાવમાં મોટો ઉછાળો : જાણો ગોલ્ડનો ભાવ કેટલો રહ્યો ?

સ્ટોકિસ્ટો દ્વારા નવી ખરીદી અને વૈશ્વિક બજારોમાં મજબૂતાઈને કારણે ભાવમાં વધારો થયો

નવી દિલ્હી : ગુરુવારે રાષ્ટ્રીય રાજધાનીમાં સોના અને ચાંદીના ભાવમાં મોટો ઉછાળો જોવા મળ્યો હતો. સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામ રૂપિયા 400નો વધારો થયો હતો. જ્યારે ચાંદી પ્રતિ કિલો રૂપિયા 1,500 મોંઘી થઈ હતી.

ઓલ ઈન્ડિયા સરાફા એસોસિએશનના જણાવ્યા પ્રમાણો સ્ટોકિસ્ટો દ્વારા નવી ખરીદી અને વૈશ્વિક બજારોમાં મજબૂતાઈને કારણે આ વધારો થયો છે. ગુરુવારે 99.9 શુદ્ધતા ધરાવતું સોનું પ્રતિ 10 ગ્રામ રૂપિયા 1,01,420 પર પહોંચ્યું હતું. જ્યારે બુધવારે તેનો ભાવ પ્રતિ 10 ગ્રામ રૂપિયા 1,01,020 હતો. તેવી જ રીતે, 99.5% શુદ્ધતા ધરાવતું સોનાનો ભાવ ₹400 વધીને પ્રતિ 10 ગ્રામ રૂપિયા 1,01,000 થયો હતો.

ચાંદીના ભાવમાં પણ જોરદાર વધારો જોવા મળ્યો. ગુરુવારે ચાંદી રૂપિયા 1,500 વધીને રૂપિયા 1,13,500 પ્રતિ કિલો પર પહોંચી ગઈ.

ન્યૂ યોર્કમાં હાજર સોનાના ભાવ ઔંસ દીઠ USD 3,356.96 પર થોડા વધારા સાથે ટ્રેડ થઈ રહ્યા છે. ડોલરમાં નબળાઈથી સોનાને ટેકો મળ્યો છે. જ્યાં સુધી સોનું પ્રતિ ઔંસ 3,280 ડોલરથી ઉપર રહેશે ત્યાં સુધી તેની દિશા સકારાત્મક રહેશે. જોકે, વૈશ્વિક બજારમાં હાજર ચાંદી 0.41% ઘટીને 38.35 ડોલર પ્રતિ ઔંસ થઈ ગઈ છે.

(10:46 PM IST)