News of Friday, 15th August 2025
સ્વતંત્રતા પર્વે દિલ્હી હાઈ એલર્ટ પર : ૧૦ હજારથી વધુ સૈનિકો તૈનાત કરાયા : જમ્મુ - કાશ્મીરમાં સઘન સુરક્ષા
દિલ્હીમાં ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ રહેશે. લાલ કિલ્લો, ઈન્ડિયા ગેટ, રાજઘાટ જેવા વિસ્તારોમાં કડક સુરક્ષા વ્યવસ્થા

નવી દિલ્હી : સ્વતંત્રતા દિવસ (15 ઓગસ્ટ) ને ધ્યાનમાં રાખીને દિલ્હીમાં હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યું છે. દિલ્હીમાં ૧૦ હજારથી વધુ સૈનિકો તૈનાત કરવામાં આવ્યા છે. ટ્રાફિક વ્યવસ્થાનું સંચાલન કરવા માટે લગભગ ૩ હજાર સૈનિકોને મેદાનમાં તૈનાત કરવામાં આવ્યા છે. ટ્રાફિક પોલીસે 15 ઓગસ્ટે લાલ કિલ્લા ખાતે યોજાનારા કાર્યક્રમ માટે ડાયવર્ઝન પ્લાન પણ જાહેર કર્યો છે. દિલ્હીમાં ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ રહેશે. લાલ કિલ્લો, ઈન્ડિયા ગેટ, રાજઘાટ જેવા વિસ્તારોમાં કડક સુરક્ષા વ્યવસ્થા રહેશે. કાર્યક્રમ સ્થળે ફક્ત આમંત્રિત લોકોને જ પ્રવેશ આપવામાં આવશે. સ્વતંત્રતા દિવસની ઉજવણીના ફુલ ડ્રેસ રિહર્સલને કારણે પોલીસે લાલ કિલ્લાની આસપાસનો રસ્તો ડાયવર્ટ કર્યો છે.
જોકે આ વખતે લાલ કિલ્લા વિસ્તારના પાર્કિંગમાં બોમ્બ, હથિયારો વગેરેની તપાસ માટે વાહનોમાં અંડર-વ્હીકલ સર્વિસિંગ સિસ્ટમ (UVSS) લગાવવામાં આવી છે. આ પહેલી વાર કરવામાં આવ્યું છે. ઘુસણખોરી શોધી શકે એવા કેમેરા પણ લગાવવામાં આવ્યા છે. પોલીસે 'ડ્રોન ડિટેક્શન સિસ્ટમ' વડે હવાઈ સુરક્ષા મજબૂત બનાવી છે. આ ઉપરાંત પોલીસની સાયબર ટીમ સોશિયલ મીડિયા પર પણ નજર રાખી રહી છે. જેથી વિવાદાસ્પદ પોસ્ટ દ્વારા શાંતિ ભંગ કરનારાઓ સામે કાર્યવાહી કરી શકાય.
દિલ્હી પોલીસ કમિશનર એસબીકે સિંહે સ્પેશિયલ કમિશનર ઓફ પોલીસ (કાયદો અને વ્યવસ્થા) અને ડીસીપીને પોતપોતાના વિસ્તારોમાં કડક નજર રાખવા નિર્દેશ આપ્યો છે. તેમણે પ્રતિબંધિત વિસ્તારો જાહેર કરાયેલા વિસ્તારોમાં હિલચાલ પર નિયંત્રણ રાખવા જણાવ્યું છે. કાર્યક્રમમાં ભીડ પર નજર રાખવા માટે 'હેડકાઉન્ટ કેમેરા' પણ લગાવવામાં આવશે અને લાલ કિલ્લાની નજીક બહુમાળી ઇમારતો પર સુરક્ષા માટે સ્નાઈપર્સ તૈનાત કરવામાં આવશે.
(12:12 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
